Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ર૬મીએ ઓશો વાટિકામાં બુધ્ધા હોલનું ઉદ્દઘાટનઃ ત્રિદિવસીય શિબિર

દિલ્હીના સ્વામી રવીન્દ્રજી અને વાયોલીન માસ્ટર માં અનુપ્રિયાના સાનિધ્યમાંં શિબિર :વાયોલીન વાદનના સંગાથે લાઇવ મ્યુઝિક મેડીટેશનઃ આ ધ્યાન પધ્ધતિ ચક્રો પર સાનુકુળ અસર સર્જે છે

'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ઓશો વાટિકાના સ્વામી પ્રેમ સંગીત, સ્વામી પ્રેમ સ્વભાવ, સ્વામી ધ્યાન અનુરાગ, માં ધ્યાન રસીલી, માં, આનંદ કવિશા, માં આનંદ સપના નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)(૬.૨૫)

રાજકોટ તા. ૧૭ :.. કાલાવડ રોડ પર ઉર્જાનું કેન્દ્ર ઓશો વાટિકામાં આગામી તા. ર૬ ના દિવ્ય ઉર્જા અનરાધાર વરસશે. ઓશો વાટિકામાં ધ્યાન માટે સંપૂર્ણ અનુકુળ-ભવ્ય બુધ્ધા હોલનું નિર્માણ થયું છે. આ હોલનું ઉદ્ઘાટન તા. ર૬ ના થનાર છે.

આ ઉપરાંત તા. ર૬ ના ગુરૂવારે સાંજે ૬ વાગ્યે 'ઉનકી અનુકંપા મેડીટેશન કેમ્પ' નું  આયોજન થયું છે. ત્રિદિવસીય શિબિર યોજાશે. ઓશો વાટિકાના સ્વામી પ્રેમ સંગીત, સ્વામી પ્રેમ સ્વભાવ, સ્વામી ધ્યાન અનુરાગ, માં ધ્યાન રસીલી, માં આનંદ કવિશા, માં આનંદ સપના આજે 'અકિલા' ની મુલાકાતે આવ્યા હતાં.

માં ધ્યાન રસીલીએ જણાવ્યું હતું કે, ત્રિદિવસીય વાયોલીન માસ્ટર માં અનુપ્રિયાજી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. તેઓના લાઇવ સંગીતમાં દિલ્હીના સ્વામી રવીન્દ્ર ભારતીજીના સાનિધ્યમાં ધ્યાન કરવું એ લ્હાવો છે. વાયોલીન વાદન અને ધ્યાન પ્રયોગના સંગમની અસર ચક્રો પર થતી હોય છે. આ અંગે શિબિરમાં વિશેષ માહિતી અપાશે.

રાજકોટ-કાલાવડ રોડ પર રાજકોટથી ૧૭ કી. મી. દૂર બાલસર ગામ પાસે, ૧૦૦૦ થી વધુ વૃક્ષોથી સુશોભીત કુદરતી વાતાવરણ અને શાંતિમય જગ્યામાં નવા નિર્માણ પામેલ 'બુધ્ધા હોલ' માં સામુહિક સાધના શિબિર 'ઉનકી અનુકંપા મેડીટેશન કેમ્પ' નું રહેવા-જમવાની અતિ આધુનિક ફેસેલીટી ધરાવતી જગ્યા 'ઓશો વાટીકા' માં આયોજન કરવામાં આવેલ છે. શિબિરનું ઉદ્ઘાટન તા. ર૬ જૂલાઇ, ગુરૂવારના સાંજે ૬ કલાકે રાખેલ છે. સમાપન તા. ર૯ જૂલાઇ ર૦૧૮, રવિવાર બપોરે ર-૦૦ કલાકે.લાઇવ પ્રોગ્રામ તા. ર૮ જૂલાઇ વાયોલીન માસ્ટર 'માં અનુપ્રિયા' રજુ કરશે.શિબિરનું સંચાલન 'સ્વામિ રવિન્દ્ર ભારતી' જેઓ ઓશો ધામ દિલ્હીથી પધારી સંચાલન કરશે. તેમના સાનિધ્યમાં ઓશોએ આપેલી એકટીવ ધ્યાન વિધીઓ સામુહિક વિશિષ્ટ પ્રયોગો દ્વારા થશે.

ઓશો કહે છે કે, બુધ્ધના સમયમાં લોકો એટલા સરળ હતા કે સરળતાથી બેસી ધ્યાનમાં પ્રવેશ કરી શકાતો. પરંતુ આજના તનાવ ભર્યા માહોલમાં તેમજ ઝડપી અને ટેકનોલોજી યુકત યુગમાં સરળતાથી ધ્યાનમાં જવું મુશ્કેલ છે. ઓશોએ આજની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને અતિ આધુનિક ધ્યાનની વિધિઓ એકટીવ ધ્યાન આપેલ છે.

આજના આધુનિક યુગમાં સરળતાથી ધ્યાનમાં પ્રવેશવાની વિધિઓમાં પધારવા સસ્નેહ આમંત્રણ અપાયું છે.

વિશેષ માહિતી માટે મો. નં. ૯૯૭૮૪ ૮૦૮ર૯, મો. ૮૩ર૦પ ૩પ૩પપ નંબર પર સંપર્ક થઇ શકે છે. શિબિરનું સ્થળ ઓશો વાટીકા, કાલાવડ રોડ, બાલાજી વેફર્સ સામેની સાઇડનો રોડ, (વાયા વાગુદળ-બાલાસર રોડ), રાજકોટ રખાયું છે.  (પ-૩૭)

 

(4:10 pm IST)