Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

વોર્ડ નં. ૧૭ - ૧૮ ચોખ્ખો ચણાંક : ૯૦ ટન કચરાનો નિકાલ

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા હાલ ચોમાસાની ઋતુને નજર સમક્ષ રાખી, જાહેર સ્વચ્છતા અને જાહેર સ્વાસ્થ્યની કાળજી લેતા, હાથ ધરવામાં આવેલ 'વન ડે-થ્રી વોર્ડ' અભિયાન અંતર્ગત આજે રોજ ઈસ્ટ ઝોનના વોર્ડ નં.૧૮માંથી ૫૮ ટન અને સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.૧૭માં ૨૭ ટન કચરાનો નિકાલ કરાયો હતો. જેમાં, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા તેમજ વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, સ્થાનિક અગ્રણીઓ વિગેરેએ અલગ-અલગ વોર્ડમાં રૂબરૂ મુલાકાત લઇ, થઇ રહેલી કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. આજે થયેલ કામગીરીમાં સફાઈ ઉપરાંત, ડ્રેનેજ, સિવિલ વર્ક અને આરોગ્ય શાખાની પ્રવૃતિઓ સામેલ કરવામાં આવેલ. તેમજ આરોગ્ય શાખાના મેલેરિયા વિભાગ દ્વારા બંને વોર્ડ નં. ૧૭ના ૫૫ ઘરોમાં ફોગીંગ, ૬૧૬ ઘરોમાં પોરાભક્ષક માછલી વિતરણ થતાં ૧૩૬ ટાંકાની સફાઇ કરવામાં આવી હતી.

(4:01 pm IST)