Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

રાજકોટના પોલીસ કમિશ્નર, જોઇન્ટ પોલીસ કમિશ્નર અને ડીઆઇજી બદલાયાઃ નવા સીપી મનોજ અગ્રવાલ

સરકારે રેન્જ આઇજી સહિત ૩૧ સિનિયર આઇપીએસ અધિકારીઓને બદલાવ્યા અને બઢતી આપીઃ રાજકોટના પોલીસ કમિશ્નરની જગ્યા અપગ્રેડ થઇ : જોઇન્ટ પોલીસ કમિશ્નર તરીકે એસ. એન. ખત્રીઃ રાજકોટ ડીઆઇજી તરીકે સંદિપસિંઘની નિમણુંકઃ જુનાગઢના રેન્જ આઇજી તરીકે સુભાષ ત્રિવેદી અને ભાવનગર રેન્જ વડા તરીકે નરસિંહા કોમારને મુકાયા

રાજકોટ તા. ૧૭: ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પુરી થતાં જ રાજ્ય સરકારે સિનિયર આઇપીએસ અધિકારીઓની બઢતી, બદલીનો ઘાણવો કાઢ્યો છે. રાત્રીના થયેલા ઓર્ડર અનુસાર રાજકોટના પોલીસ કમિશ્નર, જોઇન્ટ પોલીસ કમિશ્નર અને રેન્જ ડીઆઇજીની બદલીના ઓર્ડર નીકળ્યા છે. રાજકોટ પોલીસ કમિશ્નરની જગ્યા અપગ્રેડ કરી દેવામાં આવતાં ફરીથી શહેરમાં એડીશનલ ડીજીપી રેન્કના અધિકારી પોલીસ કમિશ્નર બન્યા છે. વડોદરાના પોલીસ કમિશ્નર બનેલા રાજકોટનાં શ્રી અનુપમસિંહ ગહલોૈત આઇજીપી રેન્કના અધિકારી હતાં. શહેર પોલીસ કમિશ્નરની આ જગ્યા અગાઉ પણ અપગ્રેડ થઇ હતી. શ્રી ગહલોૈતની જગ્યાએ રાજકોટમાં મુળ ઉત્તરપ્રદેશના વતની મનોજ અગ્રવાલને પોલીસ કમિશ્નર તરીકે મુકવામાં આવ્યા છે.

શ્રી અગ્રવાલ એમટેક અને ડિપ્લોમા ઇન સાયબર સિકયુરીટીની ડીગ્રી ધરાવતાં અધિકારી છે. શહેરના જોઇન્ટ પોલીસ કમિશ્નર દિપક એસ. ભટ્ટની પણ બદલી થઇ છે. તેમને એસીબી અમદાવાદના એડિશનલ ડિરેકટર તરીકે મુકવામાં આવ્યા છે. તેમની જગ્યાએ રાજકોટના જેસીપી તરીકે એસ. એન. ખત્રીને મુકવામાં આવ્યા છે. તેઓ મુળ રાજસ્થાનના વતની છે અને બીએસસી (કેમિસ્ટ્રી)ની ડીગ્રી ધરાવે છે. આઇજીપી રેન્કના શ્રી ખત્રી ૧૯૯૯ બેચના અધિકારી છે. તેઓ અગાઉ ગાંધીનગર પોસ્ટ સિકયુરીટીમાં આઇજીપી હતાં.

આ ઉપરાંત રાજકોટના રેન્જ ડીઆઇજી શ્રી ડી.એન. પટેલની બદલી ગાંધીનગર ખાતે કરવામાં આવી છે.  રાજકોટ રેન્જ ડીઆઇજી તરીકે ભરૂચના એસપી સંદિપસિંઘને મુકવામાં આવ્યા છે. જ્યારે જુનાગઢના રેન્જ આઇજી તરીકે સુભાષ ત્રિવેદીની નિમણુંક થઇ છે. તેમજ ભાવનગરના રેન્જ વડા તરીકે નરસિંહા એન. કોમારને મુકવામાં આવ્યા છે.

રાજયના પોલીસ તંત્રમાં મંગળવારે રાતે ધરખમ ફેરફારો કરાયા છે ગૃહવિભાગે રાજયના પોલીસ તંત્રમાં ધરખમ ફેરફાર કરતાં ૩૧ આઈપીએસ અધિકારીઓ સાથે ૯ રેન્જ IGની પણ બદલી કરી છે. આઈપીએસ અધિકારીઓના DCP કિલયર થયા બાદ આ બદલીઓ રથયાત્રા સુધી રોકી રાખવામાં આવી હતી. આ બદલીઓમાં રાજકોટ પોલીસ કમિશનર, વડોદરા પોલીસ કમિશનર, બોર્ડર અકિલા રેન્જ ગોધરા રેન્જ સહિત ૩૧ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર એ.કે સિંધે તાજેતરમાં જ પોતાની બદલી માટે માંગણી કરી હતી. પરંતુ રથયાત્રાના કારણે તે બદલી અટકી હતી આવનારા સમયમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર પણ બદલાય તેવી શકયતઓ છે.

રાજકોટ પોલીસ કમિશનર અનુપમ ગેહલોતને વડોદરા પોલીસ કમિશનર બનાવાયા છે જયારે વડોદરા પોલીસ કમિશનર તરીકે પહેલા ક્રાઈમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનર જે.કે ભટ્ટનું નામ ચાલતું હતું પરંતુ તેમની બાદબાકી થઇ હોય તેવું માનવામાં આવી રહ્યું છે. ઙ્ગ બદલી પામેલાના નવા પોસ્ટિંગ મુજબ રાજકોટ CP તરીકે મનોજ અગ્રવાલ,,વડોદરા CP તરીકે અનુપમસિંહ ગહેલોત અને મોહન ઝાની જેલના વડા તરીકે નિયુકિત કરી છે જયારે મોહન ઝાના સ્થાને ટી.એસ. બિસ્ટની નિમણૂક થઇ છે સંજય શ્રીવાસ્તવને લો એન્ડ ઓર્ડરનો હવાલો અપાયો છે શમશેરસિંહની આર્મ્ડ યુનિટના ADG તરીકે નિયુકિત કરાઈ છે. જયારે તીર્થરાજની માનવ અધિકારના DG તરીકે વરણી થઇ છે. જયારે કે.એલ. રાવની ADG ઈન્કવાયરી તરીકે વરણી કરાઈ છે. નરસિમ્હા કોમાર ભાવનગરના IG તરીકે નિમાયા છે.  રાજકુમાર પાન્ડિયાની સુરત IG તરીકે નિમણૂક કરાઈ છે. પોલીસ હાઉસિંગ કોર્પો.ના MD તરીકે હસમુખ પટેલની વરણી થઇ છે. જયારે કે.કે. ઓઝાની SC/ST વિભાગના ADG તરીકે નિમણૂક થઇ છે.

કયા અધિકારી કયા સ્થળે મુકાયા? કોને-કોને પ્રમોશન મળ્યું....

રાજકોટના પોલીસ કમિશ્નર તરીકે મનોજ અગ્રવાલને મુકાયા છે, જ્યારે રાજકોટના સીપી અનુપમસિંહ ગહલોૈત વડોદરાના પોલીસ કમિશનર બન્યા છે. વડોદરાના સીપી મનોજ શશીધરની બદલી,  પંચમહાલ રેન્જના આઇજી તરીકે થઇ છે. એડિ. ડીજી મોહન ઝાની જેલમાં નિમણૂક કરવામાં આવી છે.  ટી.એસ.બિસ્ટ ડીજી ઓફિસમાં મુકાયાછે જ્યારે સજંય શ્રીવાસ્તવ લો એન્ડ ઓર્ડરના વડા બન્યા છે. વિકાસ સહાય ટ્રેનિંગ વિભાગમાં મુકાયા છે અને એડી. ડીજી કે.કે ઓઝાની SC/STમાં બદલી થઇ છે. વી.એમ.પારગી SCRBમાં મુકાયા છે, અજય તોમર સીઆઇડી ક્રાઈમના એડી. ડીજી બન્યા છે, શમશેરસિંઘ આર્મ્સ યુનિટમાં મુકાયાછે, અમદાવાદના જેસીપી રાવની પણ બદલી થઇ છે, હસમુખ પટેલ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનમાં મુકાયા છે.

ઉપરાંત રાજકોટના જોઇન્ટ પોલીસ કમિશ્નર ડી.એસ.ભટ્ટની બદલીે એન્ટી કરપ્શન બ્યૂરોમાં થઇ છે. રાજકોટ રેન્જ આઇજી ડી.એન પટેલની બદલી સુરત શહેરમાં થઇ છે. જે.આર.મોથાલિયાની અમદાવાદ ટ્રાફિકમાં નિમણૂક કરવામાં આવી છે. ભરૂચના એસપી સંદીપસિંઘને પ્રમોશન મળ્યું છે અને તેઓ રાજકોટ રેન્જના આઇજી બન્યા છે. બોર્ડર રેન્જના આઇજી પિયૂષ પટેલ આર્મ્સ યુનિટમાં મુકાયા છે.  ડી.બી.વાઘેલા બોર્ડર રેન્જના આઇજી બન્યા છે, વડોદરા ડીસીપી ગૌતમ પરમારને બઢતી સાથે રેલવેમાં આઇજી તરીકે નિયુકિત આપવામાં આવી છે. વડોદરાના ડીસીપી સચિન બાદશાહને પ્રમોશન મળ્યું છે અને અમદાવાદના ડીસીપી મુલિયાણાને પણ મળી બઢતી મળી છે. તિર્થરાજ હ્યુમન રાઈટ્સમાં એડી.ડિરેકટર તરીકેમુકાયા છે. જ્યારે સુભાષ ત્રિવેદીને જૂનાગઢ રેન્જમા મુકવામાં આવ્યા છે. જુનાગઢના આજીપી ડો. એસ. પી. રાજકુમારને આઇજીપી સુરત તરીકે મુકવામાં આવ્યા છે. સિવિલ ડિફેન્સના જો. ડિરેકટ્ર ખુરશીદ અહેમદને જીએસઆરટીસીના એકઝી. ડિરેકટર તરીકે મુકાયા છે. ભાવનગરના આઇજી અમિત વિશ્વકર્માની બદલી સ્પે. કમિ. સેકટર-૧ અમદાવાદ ખાતે થઇ છે. એસ. એન. કોમારને આઇજીપી (પીએન્ડએમ)થી ભાવનગર મુકાયા છે. પી. બી. ગોંદીયાને હોમગાર્ડના ડાયરેકટર તરીકે મુકાયા છે.

(4:01 pm IST)