Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

રાજકોટમાં બપોરે વાદળછાયુ વાતાવરણ : સાંજે વરસાદ આવશે કે ક્રિકેટ પ્રેમીઓ મેચની મજા માણશે?

રાજકોટ : આ લખાય છે ત્‍યારે બપોરે ૨:૩૦ વાગ્‍યે શહેરમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. બપોરે તાપમાન ૩૬.૬ ડિગ્રી અને પવનની ગતિ ૧૦ કિ.મી.ની છે. ગઈકાલે મેઘરાજાએ વિરામ રાખ્‍યો હતો તો આજે સાંજે વરસાદનું આગમન થશે તો મેચની મજા બગડશે જો વરસાદ નહિં આવે તો ક્રિકેટપ્રેમીઓ મેચની મજા માણશે.

(4:18 pm IST)