Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

શહેર યુવા ભાજપ પ્રમુખ અને મહામંત્રીનું રાજીનામુ : વય મર્યાદા નડી

પ્રદેશની સુચના મુજબ ૩૫ વર્ષથી વધુ ઉંમરને કારણે પૃથ્વીસિંહ વાળા અને હિરેન રાવલે શહેર પ્રમુખ કમલેશ મીરાણીને રાજીનામાનો પત્ર આપ્યો

રાજકોટ,તા. ૧૭ : પ્રદેશ ભાજપની સુચના મુજબ ૩૫ વર્ષથી વધુ ઉંમરના કારણે શહેર યુવા ભાજપ પ્રમુખ પૃથ્વીસિંહ વાળા અને મહામંત્રી હિરેન રાવલે પત્ર પાઠવીને પોતાના હોદા પરથી રાજીનામું આપ્યું છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ આજે રાજકોટ શહેર યુવા ભાજપ પ્રમુખ પૃથ્વીસિંહ વાળા અને મહામંત્રી હિરેન રાવલે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. ૩૫ કે તેથી વધુ વયના લોકોને યુવા મોરચાની ટીમમાં હોદ્દા પર સ્થાન ન આપવા અને જો હોદ્દા પર હોય તો હોદ્દા પરથી દૂર કરવા પ્રદેશ ભાજપ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જેના કારણે આજે શહેર યુવા ભાજપના બન્ને હોદેદારોએ રાજીનામાં આપ્યા છે.

તાજેતરમાં ૨૯ મેના રોજ શહેર ભાજપ દ્વારા યુવા ભાજપના પ્રમુખ, ઉપ પ્રમુખ અને મહામંત્રીની નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ પ્રદેશના આદેશ મુજબ વય મર્યાદાના કારણે પ્રમુખ અને મહામંત્રીએ ૅરાજીનામુ આપવું પડ્યું છે.

(4:12 pm IST)