Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

પંચાયતના ૧૮ કર્મચારીઓની આંતર જિલ્લા બદલી

રાજકોટ તા. ૧૭ : રાજયના પંચાયત વિભાગ દ્વારા સંયુકત સચિવશ્રી જયદીપ દ્વિવેદીની સહીથી ૧૮ કર્મચારીઓની સ્વવિનંતી મુજબ આંતર જિલ્લા બદલીના હુકમ કરવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લા પંચાયતના ડી.એ. મકવાણા (પશુધન નિરીક્ષક) ની સુરત બદલવામાં આવ્યા છે. દાહોદના નિરવ જેઠવાની જુનાગઢ અને ધીરૂભાઇ મેરની બોટાદ બદલી કરવામાં આવી છે. અઠવાડિયા પહેલા સ્વવિનંતી મુજબના ૧૩ કર્મચારીઓની બદલીના હુકમ કરવામાં આવ્યા હતા.

(4:08 pm IST)