Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

નવા થોરાળા અવધ પાર્કમાં વિજય ઉર્ફે લીંબુના ઘરમાં દરોડો : દારૂ-બીયર કબ્જે

થોરાળા પોલીસે દારૂની ૧ર બોટલ અને ૭ર બીયરના ટીન કબ્જે કર્યા

રાજકોટ, તા. ૧૭ :  નવા થોરાળા અવધ પાર્કમાં થોરાળા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી દારૂ અને બીયરનો જથ્થો કબ્જે કર્યો હતો.

મળતી વિગત મુજબ નવા થોરાળા અવધ પાર્કમાં એક મકાનમાં દારૂનો જથ્થો પડયો હોવાની બાતમીના આધારે થોરાળા પોલીસ મથકના પીઆઇ બી.એમ. કાતરીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.એલ. બારસીયા તથા કોન્સ. કિરણભાઇ પરમાર સહિતે અવધ પાર્ક શેરી નં. ૪ માં રેહહતા વિજય ઉર્ફે લીંબુ ગોવિંદભાઇ વઘેરાના મકાનમાં દરોડો પાડી મકાનમાંથી રૂ. ૬૦૦૦ ની કિંમતની દારૂની ૧ર બોટલ અને રૂ. ૭ર૦૦ ની કિંમતના બીયરના ટીન કબ્જે કર્યા હતા અને મકાન માલીક વિજય ઉર્ફે લીંબુની શોધખોળ હાથ ધરી છે.

(3:09 pm IST)