Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

કુવાડવાના ભીંચરીમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા આહીર પરિવાર પર પાઇપથી હુમલો

પીનાકભાઇ આહીર, વિશાલ, શોભનાબેન, શાંતાબેન અને સીતાબેનને ઇજાઃ જ્યોત્સના ડાંગર, મુના ચાવડા,બે મહિલા સહિત ચાર સામે ગુનો

રાજકોટ,તા.૧૬: કુવાડવાના ભીંચરી ગામમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા આહીર પરિવારના પાંચ સભ્યો પર ચાર સખ્સોએ પાઇપથી હુમલો કરતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ભગવતીપરા શેરી નં. ૧૭માં રહેતા અને બીલ્ડીંગ મટીરીયલ્સનો વ્યવસાય કરતા પીનાકભાઇ જેસીંગભાઇ રાઠોડે કુવાડવા રોડ પોલીસ મથકમાં નોધાયેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે તથા સંબંધી વિશાલભાઇ ગોવિંદભાઇ ડાંગર બંને ગઇ કાલે બાઇક પર ભીચરી જવા માટે નીકળ્યા હતા. ભીચરીગામમાં રહેતા જયોત્સના બેનના ઘર પાસે પહોંચતા ત્યાં પોતાના કુટુંબના બૈરાઓ ત્યાં ચાલીને જતા હતા. ત્યારે તેની સાથે જયોત્સનાબેન તથા બીજા બહેનો જે પોતાના કુટુંબ બૈરાઓને ગાળો બોલતા હોઇ, જેથી પોતે ત્યાં ઉભા રહ્યા હતા અને જયોત્સનાબેનને કહેલ કે 'ગાળો બોલોમાં' તેમ કહી સમજાવતા આ જયોત્સના તથા તેની સાથે બીજા બહેનો અને તેનો ભાઇ મુના બાબુભાઇ ચાવડા પોતાને પણ ગાળો આપતા તેને ગાળો આપવાની ના પાડતા તે ઉશ્કેરાઇ જઇ પાઇપ વડે પોતાને અને વિશાલભાઇને મારમારી હાથના ભાગે ઇજા કરી હતી અને પોતાના કુટુંબની મહિલાઓમાં શોભનાબેન ભરતભાઇ રાઠોડ, શાંતાબેન વિક્રમભાઇ રાઠોડ અને સીતાબેન રાઠોડને પણ ઢીકાપાટુનો માર મારતા તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે પીનાકભાઇ રાઠોડે કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ. બી.ડી. ભરવાડે તપાસ હાથ ધરી છે.

(3:22 pm IST)