Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

જાહેર માર્ગો બગાડનારા ૯ થૂંકબાજો ઝડપાયાઃ ૨૫૦થી ૭૫૦ સુધીનો દંડ

મ્યુ. કોર્પોરેશન દ્વારા રસ્તા પર ગંદકી ફેલાવનારાઓને દંડ ફટકારવાની કાર્યવાહીનો ઐતિહાસિક પ્રારંભ : કેકેવી ચોક, કાંતા સ્ત્રી વિકાસ ચોક, ઢેબર ચોક, નાનામવા સર્કલ સહિતના વિસ્તારોમાં વાહનચાલકો રસ્તા પર પીચકારી મારતા સીસીટીવી કેમેરામાં કેદ થયા

જાહેરમાં પાનની પીચકારી મારનારને પ્રથમ ઈ-મેમો ફટકારવામાં આવ્યો તે તસ્વીરમાં નજરે પડે છે.

રાજકોટ, તા. ૧૭ :.  શહેરના રાજમાર્ગો ઉપર જ્યાં ત્યાં પાન-મસાલાઓ થૂંકી અને ગંદકી ફેલાવનારાઓ સામે આજથી દંડ ફટકારવાની કાર્યવાહીનો ઐતિહાસિક પ્રારંભ થયો છે. જેમા સવારથી બપોર સુધીમા કુલ ૯ વ્યકિતઓ રસ્તા પર પાનની પીચકારી મારતા સીસીટીવી કેમેરામાં કેદ થતા તમામને ઈ-મેમો દ્વારા દંડ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

રાજકોટ શહેરમાં જાહેરમાર્ગો, જોવાલાયક સ્થળો, બાગ-બગીચા વિગેરે સ્થળોએ સંપુર્ણ સ્વચ્છતા જળવાઇ રહે તેમજ સ્વચ્છતા બાબતે જાહેર જનતામાં જાગૃતિ આવે તેવા શુભ આશયથી રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ શહેરમાં વસતા તમામ નાગરિકો તેમજ શહેરની મુલાકાતે આવતા તમામ મુલાકાતીઓ જોગ એક જાહેરનામાં દ્વારા,પાન-માવા-ફાકી-ગુટખાનું સેવન કરી જાહેરમાં ચાલુ વાહને થૂંકવા પર પ્રતિબંધ ફરમાવેલ જે અનુસંધાને આજરોજ તારીખૅં ૧૭-૦૫-૨૦૧૯ ના રોજ કુલ ૦૯ વાહન માલિકોને ઈ-મેમો મોકલવામાં આવ્યા.

 જાહેર સ્થળ પર થૂંકનાર વાહન માલિક સી.સી.ટી.વી. કેમેરામાં તસવીર સાથે જણાયેલ અને તેની વાહન નંબર દ્વારા માલિકનું નામ અને સરનામું મેળવી તેમના દ્યરે ઈ-મેમો મોકલવામાં આવ્યા હતા, જેમાં આજરોજ કે.કે.વી. ચોકથી ૦૧, નાનામવા સર્કલથી ૦૧, કાન્તા સ્ત્રી વિકાસ ચોકથી ૦૩ અને ઢેબર ચોકથી ૦૪ વાહન માલિકોને ઈ-મેમો મોકવામાં આવ્યા હતા.  

આ વિષયમાં વાત કરતા મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે, હાલમાં રાજકોટ શહેરમાં જુદા-જુદાં સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા રાખવામાં આવેલ છે. જેનું મોનીટરીંગ કમાન્ડ એન્ડ કંન્ટ્રોલ સેન્ટર ખાતે કરવામાં આવે છે. ટેકનોલોજીનો ઉપયોગ સારી રીતે થાય અને લોકોમાં જાગૃતિ આવે તે માટે હવેથી ચાલુ કારે, ચાલુ બાઇક કે કોઇ પણ ચાલુ વાહન પરથી જાહેર રસ્તા કે જાહેર સ્થળ પર થૂંકનાર કે પાન-માવા-ફાકીની પિચકારી મારનાર કે ગુટકાનો ચોળેલો મસાલો કે અન્ય કચરો ફેકનાર કોઇ પણ નાગરીક સી.સી.ટી.વી કેમેરામાં ઝડપાશે તો તેના ઉપરથી વાહનના માલિકને તેમના દ્યરે પ્રથમ વખત રૂટ્ટ.૨૫૦/- તથા બીજી વખત રૂટ્ટ.૫૦૦/- તથા બે વખતથી વધારે રૂટ્ટ.૭૫૦/- નો ઇ-મેમો મોકલવામાં આવશે. આ ઇ-મેમો મળતા વાહન માલિકોએ દિવસ-૭(સાત)ની અંદર ઇ-મેમાની રકમ નજીકની વોર્ડ ઓફીસ અથવા સીવીક સેન્ટર ખાતે ભરપાઇ કરવાની રહેશે. જો આ રકમ ભરપાઇ કરવામાં ન આવે તો સેનેટરી ઇન્સપેકટર મારફત રૂટ્ટ.૧૦૦૦/- ની રકમ રૂબરૂ વસુલ કરવામાં આવશે.

 આ પ્રતિબંધનું ઉલ્લંદ્યન કરનાર સામે ધી જી.પી.એમ.સી.એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

(3:28 pm IST)