Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

સ્કાઉટ એન્ડ ગાઇડ દ્વારા એડવેન્ચર કેમ્પ સમ્પન

 રાજસ્થાન સ્કાઉટ એન્ડ ગાઇડ દ્વારા સંચાલીત કેમ્પમાં નેચર એન્ડ એડવેન્ચર કલબ દ્વારા મા. આબુ ખાતે ૭ દિવસીય એડવેન્ચર કેમ્પનું આયોજન ઇન્સ્ટ્રકટર ભરતભાઇ સુરેજાના માર્ગદર્શન અને તેમની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. આ તાલીમી કેમ્પમાં બાળકોને વિવિધ ઉપયોગી તાલીમો આપવામાં આવેલ હતી. આ કેમ્પમાં ૩૦ બાળકો અને ૯ દિકરીઓ જોડાયેલ હતી. છેલ્લા દિવસે રાખવામાં આવેલ વિવિધ સ્પર્ધામાં દોરડા ખેંચ, અડચણ (ઓફટીકલ) સ્પર્ધા અને પર્યાવરણની આઇ.કયુ. સ્પર્ધામાં  આ સંસ્થાના બાળકોની ટીમ વિજેતા થયેલ.  લેડી ઇન્સ્ટ્રકટર તરીકે ક્રિનાબેન પરમાર તેમજ સ્કાઉટ માસ્ટર તરીકે કિશોરભાઇ જોષીએ સેવા આપેલ. આ કાર્યક્રમ સફળ બનાવવામાં રાજસ્થાન સ્કાઉટ એન્ડ ગાઇડના સી.ઓ. જીતેન્દ્ર ભાટી તથા શ્રી સુનીલ દ્વારા ટ્રેનીંગ આપવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર.

(4:15 pm IST)
  • મોડીરાત્રે કર્ણાટકના કોંગ્રેસી ધારાસભ્યો કોચી જવા રવાના :કેટલાક ધારાસભ્યોને હૈદરાબાદ શિફ્ટ કરવામાં આવશે :બેંગ્લુરુમાં જ્યાં રોકાયા હતા ત્યાં ભાજપ પહોંચી ગઈ અને ધારાસભ્યોને ખરીદવા લાગી હોવાનો આરોપ :કોચીના ક્રાઉન પ્લાઝામાં કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોને રોકાવવા માટે 125 રૂમ બુક કરાવાયા અહેવાલ :બંને પાર્ટીના ધારાસભ્યો અલગ અલગ રવાના કરાયા access_time 12:54 am IST

  • બેંગ્લોરમાં રાત્રે ભારે વરસાદ તૂટી પડયો હતો access_time 11:26 am IST

  • નરેન્દ્રભાઇની સ્ટાઇલથી યેદિયુરપ્પાની કર્ણાટક વિધાનસભામાં એન્ટ્રી access_time 4:39 pm IST