News of Thursday, 17th May 2018

નેશનલ હ્યુમન રાઇટ કમીશનના જલા ઝા ૨૧મીએ રાજકોટમાં

સેન્ટ્રલ જેલની મુલાકાત લેશેઃ કલેકટર-કમીશ્નર- SP સાથે મીટીંગ

રાજકોટ તા.૧૬: નેશનલ હયુમન રાઇટ કમીશનના સિનિયર મોસ્ટ ડાયરેકટર શ્રીમતી જલા ઝા આગામી ૨૧મીએ રાજકોટ આવી રહયા છે.

શ્રી મતિ જલા ઝા ના કાર્યક્રમ અંગેની વિગતો આપશે, પરંતુ કલેકટર કચેરીએ જાણ થયા બાદ હયુમન રાઇટ અંગેના કેસોનો ની ફાઇલો જોઇ લેવા આરએમસી- પોલીસતંત્રને કલેકટર દ્વારા સુચના અપાઇ છે. શ્રી મતિ જલા ઝા ૨૧મીએ રાજકોટ આવ્યા બાદ કલેકટર- પોલીસકમીશ્નર-મ્યુ. કમિશ્નર- એસપી તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે હયુમન રાઇટ અંગેના કેસો અંગે સમીક્ષા કરશે, તેઓ રાજકોટ સેન્ટ્રલ જેલની પણ મુલાકાતે જશે, આ ઉપરાંત જામનગર, દ્વારકા, પોરબંદર, સોમનાથ પણ જનાર છે.

(3:18 pm IST)
  • મોડીરાત્રે કર્ણાટકના કોંગ્રેસી ધારાસભ્યો કોચી જવા રવાના :કેટલાક ધારાસભ્યોને હૈદરાબાદ શિફ્ટ કરવામાં આવશે :બેંગ્લુરુમાં જ્યાં રોકાયા હતા ત્યાં ભાજપ પહોંચી ગઈ અને ધારાસભ્યોને ખરીદવા લાગી હોવાનો આરોપ :કોચીના ક્રાઉન પ્લાઝામાં કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોને રોકાવવા માટે 125 રૂમ બુક કરાવાયા અહેવાલ :બંને પાર્ટીના ધારાસભ્યો અલગ અલગ રવાના કરાયા access_time 12:54 am IST

  • કર્ણાટકના કોંગ્રેસના એક ધારાસભ્ય રીસોર્ટમાંથી બહાર નીકળતા રાજકીય ગરમાવો : હોર્સ ટ્રેડીંગથી બચવા કોંગ્રેસે તેના ધારાસભ્યોને ઈગલટન રીસોર્ટમાં રાખ્યા હતા : જયાંથી ધારાસભ્ય રાજશેખર પાટીલ ખરાબ તબિયતનું કારણ આપી બહાર નીકળી જતાં કર્ણાટકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે access_time 6:10 pm IST

  • બીટકોઈન કૌભાંડ મામલે નલીન કોટડીયા સામે બિનજામીનપાત્ર વોરન્ટ નીકળ્યુ અમદાવાદ સિવિલ અને સેશન્સ કોર્ટે કર્યુ વોરન્ટ ઈસ્યુ access_time 6:11 pm IST