Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

રાષ્‍ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.ના શ્રીમુખેથી પૂ. સૌમ્‍યાજી મ.સ.ને ૯૯૯મી આયંબીલના પ્રત્‍યાખ્‍યાન અર્પણ

દેશ-વિદેશના હજારો ભાવિકોની અનુમોદના અર્થે ૯૯૯૯ આયંબીલ આરાધના

રાજકોટ તા. ૧૩ : રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સુશિષ્‍યા મહાતપસ્‍વી પૂજય શ્રી પરમ સૌમ્‍યાજી મહાસતીજીના આજના અખંડ ૯૯૯મી આયંબિલ તપની અનુમોદનાનો લાભ પામી પારસધામ ઘાટકોપરના ભાવિકો ધન્‍ય બન્‍યા છે.

ઉલ્લેખનીય છે કે, આજથી ૬૧ વર્ષ પહેલાં ગોંડલ સંપ્રદાયના મહાન સિદ્ધપુરુષ તપસમ્રાટ પૂજય ગુરૂદેવ શ્રી રતિલાલજી મહારાજ સાહેબે કરેલી અખંડ ૯૯૯ આયંબિલ તપની આરાધના બાદ એક સાધ્‍વીરૂપે અખંડ ૧૦૦૮ આયંબિલ તપની ઉગ્ર આરાધના કરીને સમગ્ર સ્‍થાનકવાસી જૈન સમાજમાં એક નવો વિક્રમ સર્જી રહેલાં આ અવસરે વિરલપ્રજ્ઞા પૂજય શ્રી વિરમતીબાઈ મહાસતીજી આદિ ઠાણા,  પૂજય શ્રી ઊર્મિબાઈ મહાસતીજી- ઉર્મિલાબાઈ મહાસતીજી આદિ ઠાણા, ડો. પૂજય શ્રી ડોલરબાઈ મહાસતીજી આદિ અનેક સાધ્‍વીવૃંદની સાથે મુંબઈના અનેક સંઘોના મહિલા મંડળો, બહોળી સંખ્‍યામાં ભાવિકોની ઉપસ્‍થિતિ સાથે લાઈવના માધ્‍યમે દેશ-વિદેશના અનેક ક્ષેત્રોના હજારો ભાવિકો સાક્ષી બન્‍યાં હતાં એ ધન્‍યાતિધન્‍ય ક્ષણના જયારે પરમ ગુરુદેવના શ્રીમુખેથી મહાતપસ્‍વી મહાસતીજીને ૯૯૯મી આયંબિલના પ્રત્‍યાખ્‍યાન અર્પણ કરવામાં આવ્‍યાં હતાં.

અવસરે પરમ ગુરૂદેવે ફરમાવ્‍યું હતું કે, એક પણ વિધ્‍ન જેમની તપヘર્યાને ખંડિત ન કરી શક્‍યુ એવી ૯૯૯ દિવસની તપ સાધનાનો દરેક દિવસ તપસ્‍વી આત્‍માએ જયારે સાર્થક કરી બતાવ્‍યો છે ત્‍યારે તેમના તપની આજે આપણે સહુ એવી અનુમોદના કરી લઈએ કે ભાવિના ભગવાન બનવાની લાઈનમાં આપણા આત્‍માનો પણ નંબર લાગી જાય. અંતરનો જો દ્રઢ સંકલ્‍પ હોય તો જ સાધના સિદ્ધ બની શકે. હું પણ તપ સાધના કરી શકીશ, હું પણ ભગવાન બની શકીશ એવા વિચાર, એવી કલ્‍પના જે કરે છે તે ભાવિમાં તેવી સિદ્ધિને પામી શકે છે. સાધના ચાહે તપヘર્યાની હોય કે વિનયધર્મની પરંતુ કોઈ પણ સાધના ત્‍યારે જ સાર્થક બને છે જયારે તેના પ્રતિબિંબ સ્‍વરૂપ ચહેરા પર સદાબહાર સમાધિનો, હળવાશનો ભાવ ખીલેલો હોય. એવા સાધક આત્‍માની, એવા તપસ્‍વી આત્‍માની તપヘર્યાના પ્રભાવને ફેલાવવો ન પડે પરંતુ અત્તરની સુગંધની જેમ સર્વત્ર પ્રસરાઈ જ જતો હોય છે.

 આ અવસરે યોજાયેલો અનોખો ટોક શો યોજાયો હતો. ગાયક કલાકાર અસ્‍મિતાબેનના મધુર કંઠે અનુમોદનાના ગાન, નૃત્‍ય કીર્તના, પ્રદક્ષિણા કરીને ભાવિકો અને લુક એન્‍ડ લર્નના દીદી તેમજ બાળકો દ્વારા મહાતપસ્‍વી મહાસતીજીના વધામણા કરાયા હતા.

(3:53 pm IST)