Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

રામનવમી પર્વની સૌને શુભેચ્‍છા પાઠવતા રામભાઇ મોકરીયા

રાજકોટ,તા. ૧૭ :  રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ જણાવ્‍યું છે કે ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરષોતમ છે. આજે ચૈત્ર સુદ નોમને દિવસે ભગવાન રામચંદ્રજીનો જન્‍મ થયો હતો. તેથી રામનવમીનું માહત્‍ય્‍મ અનેરું ,અનોખું અને અદ્વિતીયછે. રામનો મહિમા અનેરો છે, રામનામથી જ સર્વનો ઉધ્‍ધારછે. તેવું રામાયણમાં પણ ઉલ્લેખ છે. ત્રાસ આપતો હતો. તેથી ભગવાન વિષ્‍ણુએ રામાવતાર લઈને રાવણનો સંહાર કર્યો. આ દિવસે લોકો ઉપવાસ કરે છે . ઉપ એટલે પાસે અને વાસ એટલે વસવું અથવા રહેવું. પ્રભુ પ્રાપ્તિ માટે આ એક સાધન છે. આ સાધનામાં જો તન્‍મયતા અને એકાગ્રતા હોય તો આત્‍મબળ અવશ્‍ય મળે છે. અને તમારી સાધના સફળ થાય છે. આ દિવસે જે ચોવીસ કલાક પરમાત્‍મા સમીપ રહે તેનોજ ઉપવાસ સાચો,તેનુ જ રામનવમીનું વ્રત સાચું, તુલસીદાસજી શ્રી રામને લોકવિશ્રામા કહે છે. કારણ કે રામ એ સંસારનો વિશ્રામ છે.જીવમાત્ર આરામને શોધે છે. પરંતુ રામ વગર આરામ નથી.શ્રી રામ ધર્મનું સાક્ષાત સ્‍વરૂપ છે.સર્વઆપતિના હર્તા અને સર્વ સંપતિના દાતા છે. રામનામના મંત્રનો મહિમા અવર્ણનીય છે. જયારે સમાજમાં સત્‍ય ઉપરઅસત્‍ય,પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા,સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્‍કળતિ ઉપર દૈત્‍ય શક્‍તિઓ હાવી થવા લાગી ત્‍યારે ભગવાન શ્રી રામને આ દૈત્‍યોનો નાશ કરવા ખુદને જન્‍મ લેવો પડ્‍યો. આજે સમગ્ર લોકોને રામનવમીના શુભ દિવસે ભગવાન શ્રી રામ બધાને સારી તંદુરસ્‍તી, સુખમય જિંદગી આપે અને આનદમય જીવન પસાર થાય તેવી બધા લોકોને રામનવમીની શુભેચ્‍છા પાઠવું છું.તેમ રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ જણાવ્‍યું છે.

(3:52 pm IST)