Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

આચારસંહિતાના ઉલ્લંઘનસમા હોર્ડીંગ્‍સ ઉતારવામાં ચુંટણી તંત્રની ઉદાસીનતા

શું ભાજપને ચુંટણી પંચની આચારસંહિતા લાગુ પડતી નથી? ક્ષત્રીય અગ્રણી એડવોકેટ અને આરટીઆઇ એકટીવીસ્‍ટનો આક્ષેપઃ સી વિજીલ મોબાઇલ એપ્‍લીકેશન મારફત પુરાવા સાથે ફરીયાદો

તંત્ર સફાળુ જાગ્યું :  આચારસંહિતા ભંગની ફરીયાદ બાદ ગેરકાયદે હોર્ડીંગ્સ તંત્ર દ્વારા રેસકોર્ષ રીંગ રોડ ઉપરથી ઉતારાતા નજરે પડે છે. (ફોટોઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૧૭: ક્ષત્રીય બહેન-બેટીની અસ્‍મિતા ઉપર લોકસભાના ભાજપના ઉમેદવારે અભદ્ર ટીપ્‍પણીઓ કર્યા બાદ સમગ્ર રાજયમાં અને રાજયની સરહદો બહાર ક્ષત્રીયોનો રોષ ભભુકી રહયો છે ત્‍યારે તલવાર સાથે લડતો ક્ષત્રીય હવે બૌધ્‍ધિક લડાઇ લડવા મેદાને પડયો છે તેમ ક્ષત્રીય અગ્રણી એડવોકેટ અને આરટીઆઇ એકટીવીસ્‍ટ શૈલેન્‍દ્રસિંહ જાડેજાએ જણાવ્‍યું છે.

શૈલેન્‍દ્રસિંહ જાડેજાએ  ચુંટણી અધિકારી દરજ્જે કલેકટરશ્રીને શહેરના રાજમાર્ગો ઉપર આચારસંહિતા ભંગ કરતા હોડીંગો ઉતરાવવા વીજીલ મોબાઇલ એપ્‍લીકેશન મારફત પુરાવા સાથે ફરીયાદ નોંધાવી છે. જેમાં જણાવાયું છે કે, મારા સંદર્ભ નંબરોથી સી વીજીલ એપ્‍લીકેશનમાં ફરીયાદ કરવામાં આવેલ છે અને ફરીયાદના સ્‍ટેટસમાં કંમ્‍પલેઇન્‍સ ફાઉન્‍ડ કરેકટ' એવું જણાવાયું છે. સદરહું  ફરીયાદ લોકપ્રતિનિધિ અધિનિયમ ધારાની કલમ ૧૯પ૧ની કલમ ૧ર૭ (એ)નું વાયોલેશન છે. મારી ફરીયાદ અનુસંધાને ત્‍વરીત કાર્યવાહી થવી જોઇએ જેના બદલે રાજકીય પાર્ટીને લાભ થાય તે પ્રકારે હજુ સુધી હોડીૈંગ ઉતારવાની કાર્યવાહી કરવામાં આવતી નથી. શું ભાજપને આચારસંહિતા લાગુ પડતી નથી? ચુંટણી પંચ શા માટે વિશ્વની સૌથી મોટી પાર્ટી સામે દ્રષ્‍ટિહીન બન્‍યું છે?

તેમણે વધુમાં જણાવ્‍યું છેકે, ભારતીય જનતા પાર્ટીના મહાકાય હોર્ડીંગ્‍સમાં પ્રકાશકના નામ સરનામા નથી. આ જાહેરાત કોણે કરી? માટે આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ થાય છે. લોકશાહીમાં મહાન કોણ? પક્ષ કે બંધારણ મુજબ નાગરીક?  વિશ્વની સૌથી મોટી ચુંટણી પારદર્શી થાય તેવું દેશના નાગરીકો ઇચ્‍છી રહયા છે

(3:44 pm IST)