Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

પ્રિ-મોન્‍સૂન વોકળા સફાઇ

મહાનગરપાલિકા સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખા હેઠળ વોંકળા વિભાગ દ્વારા ‘‘સ્‍વચ્‍છ સર્વેક્ષણ-ર૦ર૪'' અને ‘‘નિર્મળ ગુજરાત ર.૦'' અભિયાન હેઠળ પ્રિ-મોન્‍સૂન વોકળા સફાઇ અંતર્ગત તા. ૧પ-૦૪-ર૦ર૪ના રોજ વોર્ડ નં. ૪, પ, ૧પ, ર, ૭ અને ૧૦માં આવેલ વોંકળાની સફઇ કરવામાં આવી હતી. ઉપરોકત વિગતે મ્‍યુનિસિપલ કમિશનર આનંદ પટેલ તથા નાયબ કમિશનર સ્‍વપ્‍નિલ ખરેની સુચના અનુસાર રાજકોટ શહેરમાં આવેલ તમામ હયાત વોકળાઓની સફાઇ કામગીરી કરવામાં આવેલ છે. જે અંતર્ગત પર્યાવરણ ઇજનેર અને લગત ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેર અને સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખાની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવેલ હતી.

(3:43 pm IST)