Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

સ્‍વચ્‍છતા માટે માહિતીગાર કરાયા

મહાનગરપાલિકા દ્વારા સ્‍વચ્‍છ સર્વેક્ષણ-ર૦ર૪ અંતર્ગત સ્‍વચ્‍છતા માટે કાર્યરત મહિલાઓની ભાગીદારી અને લીડરશીપને મજબુત બનાવવા માટે વોર્ડ નં.૧૩માં વોર્ડ ઓફીસ ખાતે માર્ગદર્શન મીટીંગનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં સફાઇ કામગીરી સાથે સંકળાયેલ બહેનો માટે સ્‍વ-સહાય જૂથની રચના ભૂમિકા તથા સ્‍વચ્‍છતા માટે જૂથના યોગદાન વિગેરે વિશે માહિતીગાર કરવામાં આવ્‍યા હતા. આ સમગ્ર કામગીરીને સફળ બનાવવા પ્રોજેકટ ઓફિસર કાશ્‍મિરા વાઢેરનાં માર્ગદર્શનમાં સીનીયર કોમ્‍યુનીટી ઓર્ગેનાઇઝર એન. આર. કાથડ સમાજ સંગઠક કુવારદા જાનકીબેન એ જહેમત ઉઠાવેલ હતી.

(3:59 pm IST)