Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

બાળકોમાં સ્‍કિલ ડેવલપમેન્‍ટનો ગુણ વિકસાવવાની ખાસ જરૂર

સરગમ કલબની વાર્ષિક સભામાં હિસાબોની બહાલી, નવા હોદેદારોની નિમણુંક

રાજકોટઃ સરગમ કલબની વાર્ષિક સાધારણ સભા હેમુગઢવી નાટય ગૃહમાં મળી હતી. જેમાં ગત વર્ષના હિસાબોને બહાલી આપવામાં આવી હતી સાથોસાથ નવા હોદેદારો તેમજ નવાનવા પ્રોજેક્‍ટની જાહેરાત પણ કરવામાં આવી હતી. આ વાર્ષિક સાધારણ સભામાં કેન્‍દ્રીય મંત્રી અને ભાજપના રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલા, પૂર્વ રાજ્‍યપાલ વજુભાઈ વાળા, સંસદ સભ્‍ય મોહનભાઈ કુંડારીયા, રાજ્‍ય સભાના સભ્‍ય રામભાઈ મોકરીયા, મેયર નયનાબેન પેઢડીયા, ભાજપના અગ્રણી ધનસુખભાઈ ભંડેરી વિ. ઉપસ્‍થિત રહયા હતા.

આ પ્રસંગે વૈષ્‍ણવ સંપ્રદાયના શ્રી દ્વારકેશલાલ બાવાશ્રી એ સરગમ ક્‍લબની સેવાકીય પ્રવળત્તિઓ ની પ્રવૃતિઓને બિરદાવી હતી.

જાણીતા શિક્ષણવિદ ગિજુભાઈ ભરાડે કહ્યું હતું કે માત્ર સેવા કરવાના આશયથી થતી આ પ્રવળત્તિઓને કારણે સમાજના અનેક વર્ગના લોકોને લાભ મળ્‍યો છે. આજના શિક્ષણ વિશે બોલતા તેમણે કહ્યું હતું કે બાળકોમાં સ્‍કિલ ડેવલપમેન્‍ટનો ગુણ વિકસાવવાની ખાસ જરૂર છે. આજના બાળકોમાં શારીરિક શ્રમ ઘણો ઓછો થઈ ગયો છે જેમાં સુધારો લાવી બાળકોને નિયમિત રીતે કસરત કરવાની તાલીમ આપવી જોઈએ.

જાણીતા હાસ્‍યકાર સાંઈરામભાઈ દવે  કે સરગમ કલબે સાંસ્‍કળતિક પ્રવળત્તિઓથી રાજકોટને ધબકતું રાખ્‍યું છે. સાથોસાથ સર્જન એ રાજકોટવાસીઓને નાટકનો લાભ પણ આપ્‍યો છે.

નવા વર્ષે નોંધાયેલા સભ્‍યો અંગે માહિતી આપતા પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ કહ્યું હતું કે, ૨૦૨૪-૨૫ માં ૧૩ હજાર સભ્‍યો નોંધાયા છે જેમાં જેન્‍ટ્‍સ કલબમાં ૩૦૦, સિનીયર સિટીઝન કલબમાં ૧૩૦૦, લેડીઝ કલબમાં ૨૦૦૦, ચિલ્‍ડ્રન કલબમાં ૨૨૦૦, કપલ કલબમાં ૪ હજાર અને ઇવનિંગ પોસ્‍ટમાં ૧ હજાર સભ્‍યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સરગમ પરિવારમાં દાતાઓ, અધિકારીઓ, પ્રેસ-મીડિયા, બેન્‍કના ડીરેક્‍ટરો, રાજકીય અગ્રણીઓ અને કર્મચારીઓ મળીને કુલ ૧ હજાર સભ્‍યો છે. સરગમ ક્‍લબના ખજાનચી સ્‍મિતભાઈ પટેલે ગત વર્ષના હિસાબો રજૂ કર્યા હતા જેને સર્વાનુમતે બહાલી મળી હતી.

આ વાર્ષિક સાધારણ સભામાં સરગમ ક્‍લબના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે ગુણવંતભાઈ ડેલાવાળા, ઉપપ્રમુખ તરીકે હરેશભાઈ લાખાણી, મંત્રી તરીકે મૌલેશભાઇ પટેલ, ખજાનચી તરીકે સ્‍મિતભાઈ પટેલ, સહમંત્રી તરીકે જગદીશભાઈ ડોબરીયા ઉપરાંત સભ્‍ય તરીકે યોગેશભાઈ પુજારા, શિવલાલભાઈ રામાણી, રાકેશભાઈ પોપટ, જયેશભાઈ વસા અને ખોડીદાસભાઇ પટેલ ની નિમણૂક કરવામાં આવી હતી.

ગુણવંતભાઈ ડેલાવાળાએ ૧/૪/૨૩થી ૩૧/૩/૨૪ સુધીનો વાર્ષિક અહેવાલ રજૂ કરતા કહ્યું હતું કે, સરગમ કોમ્‍પ્‍યુટર વિભાગમાં ૯૪ વિદ્યાર્થીઓ તાલીમ લીધી છે. આ સિવાય તબલામાં ૭૧, ગાયન અને હાર્મોનિયમમાં ૫૪, કથ્‍થકમાં ૧૨૯ , ઓર્ગનમાં ૪૫, ગીટારમાં ૭૮, ડ્રોઈંગમાં ૩૭, હિલીંગમાં ૧૪, ડાન્‍સમાં ૧૦૯ અને શિવણમાં ૨૧૯ બહેનોએ તાલીમ લીધી છે. જયપુર ફૂટ કેમ્‍પમાં કુલ ૧૦૬૧ લોકોએ લાભ લીધો છે.

સદગુરુ લાઈબ્રેરીમાં ૪૪ સભ્‍યો, આમ્રપાલી લાઈબ્રેરીમાં ૧૦૨, મહિલા કોલેજ ચોક લાઈબ્રેરીમાં ૨૦૩ અને ચિલ્‍ડ્રન લાઈબ્રેરીમાં ૩૦ સભ્‍યો, જાગનાથ ચોક હેલ્‍થ કલબમાં ૪૨૩, આમ્રપાલી હેલ્‍થ કલબમાં ૭૧૭, સરગમ ભવન હેલ્‍થ કલબમાં ૪૬૬, કેનાલ રોડ હેલ્‍થ કલબમાં ૧૨૦૨ અને નાગેશ્વર હેલ્‍થ કલબમાં ૫૪૦ બહેનો સભ્‍ય થયા હતા.

કેનાલ રોડ ઉપરના મલ્‍ટીપલ સેન્‍ટરમાં ફિઝીયોથેરાપીમાં ૨૦૪૨, શીવણમાં ૭૪, વેલનેસમાં ૧૭ અને સેરજામમાં ૧૫ લોકોએ લાભ લીધો હતો.

કરણપરા વિસ્‍તારમાં રાહત દરે ચાલતા ઓમ મેડીકલ સ્‍ટોરમાંથી ૮ હજાર  લોકોએ લાભ લીધો હતો. ઇન્‍ડોર સ્‍ટેડીયમમાં પણ મોટી સંખ્‍યામાં લોકોએ સભ્‍યપદ લીધું હતું. હેમુ ગઢવી નાટયગળહમાં મેઈન હોલમાં ૪૦૧ શો અને મીનીમાં ૧૩૮ શો થયા હતા. બંનેમાં થઈને ૪૦ સરકારી કાર્યક્રમો અને સરગમનાં ૭૫ કાર્યક્રમો યોજાયા હતા.

રામનાથપરા મુક્‍તિધામમાં વિદ્યુત વિભાગમાં ૨૦૮૪, લાકડા વિભાગમાં ૧૬૪૪ અને ગેસ વિભાગમાં ૨૦ લોકોની અંતિમવિધિ થઇ હતી. શબવાહિનીએ ૧૭૦૦ ફેરા પણ કર્યા હતા.

એરપોર્ટ રોડ ઉપરના રાહતદરના દવાખાનામાં કુલ ૩૮,૩૨૩ લોકોએ લાભ લીધો હતો. આ સિવાય કાન્‍તાસ્ત્રી વિકાસ ગળહ દવાખાનામાં ૧૭૫૨, નાગેશ્વર દવાખાનામાં ૯૨૫૪, બ્રહ્મ સમાજ ચોક દવાખાનામાં ૧૯૭૨, કુવાડવા રોડ દવાખાનામાં ૭૪૮૬ અને કેનાલ રોડ દવાખાનામાં ૬૦૬૪ દર્દીઓએ લાભ લીધો હતો. પરસોતમભાઇ રુપાલા, વજુભાઇ વાળા, મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા ઘનસુખભાઇ ભંડેરી, નયનાબેન પેઢડીયા, સાઇરામભાઇ દવે ગીજુભાઇ ભરાડ, પુજય દ્વારકેશ બાવાશ્રી, હરેશભાઈ લાખાણી ખોડીદાસભાઇ પટેલ, સ્‍મીતભાઇ પટેલ, પરસોતમભાઇ કમાણી, છગનભાઇ ગઢીયા, રાકેશભાઇ પોપટ, રાજદીપસીંહ જાડેજા, અશોકભાઇ વૈષ્‍નાની, દીનેશભાઇ અમુતીયા, રઘુનંદનભાઇ સેજપાલ, જીતુભાઇ ચંદારાણા, અનંતભાઇ ઉનડકટ, શીવલાલભાઇ રામાણી, ઘનશ્‍યામભાઇ મારડીયા, ઘનશ્‍યામભાઇ હેરભા, જગદીશભાઇ ડોબરીયા, રમેશભાઇ જીવાણી, ગોપાલભાઇ સાપરીયા, મઘુભાઇ પટોળીયા, મીતેનભાઇ મહેતા યજ્ઞેશભાઇ પટેલ હરદેવસીંહ તાળા વીનુભાઇ પારેખ, પ્રવીણભાઇ ધોળકીયા હરેશભાઇ વોરા અર્જુનભાઇ શિંગાળા વીનોદભાઇ પંજાબી જયેશભાઇ વસા જયોતીબેન ટીલવા લતાબેન તન્નાᅠ જય શ્રી બેન સેજપાલ જયોતીબેન રાજયગુરુ આશાબેન શાહ ચંદીકાબેન ઘામેલીયા ડો ચંદાબેન શાહ નીલુબેન મહેતા ડો માલાબેન કુડલીયા અલકાબેન કામદાર જશુમતીબેન વસાણી ગીતાબેન હીરાણી ડો.અલ્‍કાબેન ઘામેલીયા, દેવાંશીબેન શેઠ વગેરે હાજર રહેલ આ  કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર જ્‍યોતિબેન રાજ્‍યગુરુએ કર્યું હતું.

(3:42 pm IST)