Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

લેતી-દેતીના મામલે થયેલ હત્‍યાના પ્રયાસના ગુનામાં પકડાયેલ આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ, તા.૧૭: શહેરના નીલકંઠનગર વિસ્‍તારમાં પૈસાની લેતી-દેતી બાબતે થયેલ બોલાચાલીમાં હત્‍યાના પ્રયાસનો ગુનો દાખલ થયેલો. જેમાં જેલ હવાલે રહેલા આરોપીની અદાલતે જામીન અરજી મંજુર કરી છે.

આ કેસની હકીકત મુજબ શહેરના નીલકંઠનગર પાસે કપડા ધોવાની દુકાને કપડા ઈષાી કરવા આપેલ હોઈ તેના પૈસાની લેતી-દેતી બાબતે આરોપીએ ઈજા પામનાર ફરીયાદીના પતિ સાથે ઝગડો કરી, બોલાચાલી કરી ઈજા પામનારને જાનથી મારી નાખવાના ઈરાદે છરી વડે પેટના ભાગે છરીનો ઘા મારી ગંભીર જીવણેલ ઈજા પહોંચાડેલ હતી અને ઈજા પામનારને તાત્‍કાલીક હોસ્‍પીટલના ઈમરજન્‍સી વોર્ડમાં દાખલ કરેલ હતા. દાખલ થયેલ ઈજા પામનાર સાહેદનું મરણોન્‍મુખ નિવેદન નોંધવામાં આવેલ હતું. જે અંગે પોલીસ મથકે હત્‍યાનો પ્રયાસ, ગાળાગાળી સહિતની કલમો (આઈ.પી.સી. ની કલમ-૩૦૭, ૫૦૪ અને જી.પી. એકટની કલમ-૧૩૫(૧) હેઠળ ફરીયાદ દાખલ થતા આરોપીની ધરપકડ કરી પોલીસે જેલ હવાલે કર્યા હતા.

જેલમાં રહેલ આરોપી પ્રવિણભાઈએ પોતાના એડવોકેટ મારફત સેશન્‍સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બન્ને પક્ષોની રજુઆત બાદ બચાવ પક્ષના એડવોકેટ દ્વારા કરવામાં આવેલ લેખીત મૌખીક દલીલ તેમજ દસ્‍તાવેજી પુરાવાને ધ્‍યાને લઈ સેશન્‍સ એન્‍ડ ડિસ્‍ટ્રીકટ જજ દ્વારા આરોપીને જામીન પર મુકત કરવાનો હુકમ ફરમાવવામાં આવ્‍યો હતો. આ કેસમાં આરોપી વતી એડવોકેટ ભુમિતા ડી. કોટક તથા એડવોકેટ કિશન જી. રૂઘાણી  રોકાયેલ હતા.

(3:31 pm IST)