Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

ગુજરનારની મિલ્‍કતો સંબંધે થયેલ અપીલ નામંજૂરઃ વિધવા પત્‍નિને હિસ્‍સો મળવાનો અધિકાર

રાજકોટ,તા. ૧૭: મનહર પ્‍લોટમાં આવેલ ઓચિંડ બિલ્‍ડીંગમાં આવેલ દુકાન તથા ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ ગોકુલ મથુરામાં આવેલ ફલેટ સંબંધે કરવામાં આવેલ અપીલ રદ કરી રાજકોટની એડીશ્‍નલ ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેશન્‍સ જજની કોર્ટ મહત્‍વનો ચુકાદો આપેલ હતો.

આ કેસની ટુંકમાં વિગત જોઈએ તો ગુજરનાર ભાવેશભાઈ નારણભાઈ જાદવના મળત્‍યુ બાદ તેમના માતળશ્રી મંજુલાબેન નારણભાઈ જાદવ દ્વારા તેઓની રાજકોટ શહેરમાં આવેલી મિલકતો જેવી કે મનહર પ્‍લોટ વિસ્‍તારમાં આવેલ ઓચિંડ બિલ્‍ડીંગમાં આવેલ દુકાન તેમજ રાજકોટના ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ ગોકુલ મથુરા નામના બિલ્‍ડીંગમાં આવેલ ફલેટ સંબંધે ગુજરનાર ભાવેશભાઈના ૫૦% હિસ્‍સા સંબંધે વારસા સર્ટીફિકેટ મેળવવાની અરજી કરવામાં આવેલ જે અરજી સીવીલ કોર્ટ સમક્ષ દિવાની પરચુરણ અરજી નં. ૫૭૫/૨૦૧૩ દાખલ થતા અને તે અરજીમાં ગુજરનાર ભાવેશભાઈના અન્‍ય વારસોમાં તેમના પત્‍ની ડો. રશ્‍મીબેન ભાવેશભાઈ જાદવને  સીવીલ કોર્ટ દ્વારા નોટિસ થતા તેઓએ તેમના એડવોકેટશ્રી મારફત હાજર થઈ વારસા સર્ટીફિકેટ મળવાની અરજી સંબંધે વાંધા રજુ રાખેલ જે વાંધા સીવીલ કોર્ટ દ્વારા હિન્‍દુ સકસેશન એકટની જોગવાઈને ધ્‍યાને લઈ મંજુર થતા ગુજરનારની મિલકતોમાં વાંધેદાર ડો. રશ્‍મીબેન ભાવેશભાઈનો ગુજરનારના પત્‍ની તરીકે કાયદેસરનો હકક, અધિકાર રહેલ છે તેવું ઠરાવી સંયુકત નામે વારસા સર્ટીફિકેટ ઈસ્‍યુ કરવાનો હુકમ કરેલ.

સીવીલ કોર્ટના હુકમ વિરૂધ્‍ધ અરજદાર મંજુલાબેન નારણભાઈ જાદવ દ્વારા રાજકોટના મહે. ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેશન્‍સ જજ સમક્ષ રેગ્‍યુલર દિવાની અપીલ નં. ૧૧/૨૦૧૮ દાખલ કરી નામ.સીવીલ કોર્ટનો હુકમ રદ કરાવા સંબંધેની દાદ માંગેલ જે અપીલની નોટિસ ડો. રશ્‍મીબેન ભાવેશભાઈ જાદવને મળી જતા તેઓએ તેમના એડવોકેટશ્રી મારફત અપીલ સંબંધેના વાંધા રજુ રાખેલ અને જે વાંધામાં તેઓ ગુજરનારની મિલકતોમાં પોતાનો ગુજરનારના કાયદેસરના વારસદાર વિધવા પત્‍ની તરીકે હકક, અધિકાર અને હિસ્‍સો ધરાવે છે તેવી રજુઆત કરેલ અને તે રજુઆતના સંબંધમાં હિન્‍દુ વારસાધારાની જોગવાઈઓને પણ પોતાના વાંધામાં દર્શાવેલ સદરહુ અપીલની સુનવણી એડી. ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેશન્‍સ જજ દ્વારા હાથ ધરવામાં આવતા અપીલના બંને પક્ષકારોને વિસ્‍તળત રીતે સાંભળી સુનવણી કરી તેમજ હિન્‍દુ વારસા ધારાની જોગવાઈને ધ્‍યાને લઈ ગુજરનારની મિલકતમાં ગુજરનારના પત્‍નીનો પણ કાયદેસરનો હકક, અધિકાર અને હિસ્‍સો રહેલો છે તેવો નામ. નીચેની સીવીલ કોર્ટનો હુકમ કન્‍ફર્મ રાખી શ્રીમતી મંજુલાબેન નારણભાઈ જાદવની અપીલ રદ કરતો હુકમ ફરમાવેલ સદરહુ કામમાં ડો. રશ્‍મીબેન વતી રાજકોટના એડવોકેટ આનંદ બી. જોષી, જતીન વી. ઠકકર, હિત આર. અવલાણી, સંદિપ ડી. પાનસુરીયા એડવોકેટ તરીકે રોકાયેલ હતાં.

(3:27 pm IST)