Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

ગોવા ખાતે યોજાનારી નેશનલ રોલર સ્‍કેટીંગ ચેમ્‍પિયનશીપમાં પુજા હોબી સેન્‍ટરના બાળકો ભાગ લેશે

૪ થી ૧૮ વર્ષના બાળકો સ્‍કેટીંગમાં કૌવત બતાવશે

રાજકોટઃ તા. ૨૬ થી ૨૯ દરમ્‍યાન ગોવા ખાતે એમેતુર ફેડરેશન ઓફ રોલર બાસ્‍કેટ બોલ-મલ્‍ટી સ્‍પોટર્સ ફોર ઓલ ફેડરેશન ઇન્‍ડીયા દ્વારા આયોજીત ઉપરોકત નેશનલ ચેમ્‍પીયનશીપ-૨૦૨૪ યોજાનારી હોય જેમાં પુજા હોબી સેન્‍ટરના ૧૪ બાળકો આગામી તા. ૨૬ થી તા. ૨૯ સુધી ભાર દિવસ ગોવા જઇ રહ્યા છે.  ૧૮ થી વધારે રાજ્‍યોના બાળકો સ્‍પીડ સ્‍કેટિંગ (કવાર્ટ-ઇનલાઇન) ૫૦૦ મીટર તથા ૧૦૦૦ મીટરમાં નેશનલ લેવલે ભાગ લેવાના છે. આ ઉપરાંત ડાન્‍સમાં સોલો ડાન્‍સ, ડયુએટ ડાન્‍સ, ટ્રાયો તથા ગ્રુપ ડાન્‍સમાં ૧૪ બાળકો ભાગ લેવાના છે. જેમાં બાળકો વેસ્‍ટર્ન ડાન્‍સ, ફોક ડાન્‍સ, સ્‍કેટીંગ ડાન્‍સ, કન્‍ટેમ્‍પટરી, સાલ્‍સા, ગુજરાતી ગરબા જેવી અવનવી કૃતિઓ રજુ કરશે. પુજા હોબી સેન્‍ટરના બાળકો ગોવા ખાતે સ્‍કેટિંગ, ડાન્‍સીંગ તથા રોલર બાસ્‍કેટ બોલ જેવી સ્‍પર્ધામાં બાળકો જેમાં રાહી નાગવેકર-તિર્થા લીંબાસીયા-ફલક પારેખ-આસ્‍થા અમીપરા, કેશવ વૈદ, ભકિત વૈદ, શીખા પાબારી, જીયાંશી મંડલી, ચાર્મી ઉદ્દેશી, પ્રેમ ગાંધી, મહમદઝૈદ લખાખાન, કબીર દુધાત, હદીશ શૈખ, વેદાંશ મહેતા. આ તમામ બાળકોને ગુજરાત ડાન્‍સ એસોસિએશન-ઓલ ઇન્‍ડિયા ડાન્‍સ સ્‍પોર્ટ્‍સ એસોસિએશન તથા બલવીન્‍દર-ડાન્‍સ સ્‍કેટ, સ્‍પોર્ટ્‍સ ફાઉન્‍ડર, ગુજરાત સ્‍કેટ ડાન્‍સ એસોસિએશનના પ્રમુખ મૌલેશભાઇ પટેલ, ઉપપ્રમુખ જવાહરભાઇ ચાવડા, સેક્રેટરી શ્રીમતી પુષ્‍પાબેન રાઠોડ, દીપ્તી પટેલ, ટ્રસ્‍ટી પુજા રાઠોડ દ્વારા બાળકોને અભિનંદન પાઠવાયા હતા. (તસ્‍વીરઃ અશોક બગથરીયા) 

(3:09 pm IST)