Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

૧૮ વોર્ડમાં મોદી સભા

  રાજકોટ : શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, મહામંત્રી અશ્વીનભાઇ મોલીયા, ડો. માધવ દવે, વિરેન્‍દ્રસિંહ ઝાલાની એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયું છે કે, કુલ ૧૮ વોર્ડમાં ૮પ મોદી સભા યોજવામાં આવી હતી. રાજકોટ શહેરના મોદી સભાના ઇન્‍ચાર્જ તેમજ શહેરના મહામંત્રી અશ્વિનભાઇ મોલીયા નેતૃત્‍વ નીચે અશ્વિન પાંભર, પુષ્‍કરભાઇ પટેલ, નરેન્‍દ્રસિંહ ઠાકુર સહિતના એ જવાબદારી સંભાળી હતી. આ મોદી સભામાં પ્રત્‍યેક વોર્ડના ચૂંટાયેલા પ્રતિનિધીઓ તેમજ સંગઠનની ટીમે જવાબદારી સંભાળી હતી.

(3:09 pm IST)