Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

ભગવાન રામનું નામ તો આત્‍માને ભવસાગર તારનાર છેઃ સદગુરુદેવ પૂ.પારસમુનિ મ.સા.

રાજકોટ, તા. ૧૭:ગોંડલ સંપ્રદાયનાં મહામંત્ર પ્રભાવક પૂ. ગુરૂદેવશ્રી જગદીશમુનિ મહારાજ સાહેબનાં સુશિષ્‍ય સદગુરૂદેવ પૂ. શ્રી પારસમુનિ મહારાજ સાહેબે તા.૧૭નાં રામનવમી નિમિત્તે જણાવેલ કે તમે કોઈપણ પંથના પથિક હો પરિવારનો ત્‍યાગ કરીને પરમ પ્રાપ્તિ માટે તમે જે પંથે પગલા માંડ્‍યા છે એ અપેક્ષાએ તમે પણ સંત જ છો. તમે રામ-રામ રટણ કરો છો દુનિયા પણ રામ રામ રટણ કરે છે, પણ તેમનામાં ઁરામઁ ના અલક્ષ્ય તત્‍વનું જ્ઞાન નથી. રમન્‍તે યોગિનો ડસ્‍મિનિન્‍તી રામ. જેમાં યોગીઓ રમણ કરે છે તે રામ. રામનો અર્થ છે શુધ્‍ધ આત્‍મા. શુધ્‍ધ આત્‍માને પ્રગટ કરવાનો જે પ્રયત્‍ન, તે જ વાસ્‍તવમાં રામ' નું રટણ કરે છે.જગત પુદગગલમય રટણને જ સર્વસ્‍વ સમજી લે છે, ને તે પુદગલાતીત ઁઅલખઁ થી વંચિત રહી જાય છે.

યાદ રહે કે જેને કોઈ મત છે, તે મુનિ નથી તે તો મતાગ્રહી છે એને તત્‍વમાં નહીં મહત્‍વમાં રસ છે. તત્‍વથી વિમુખ સ્‍વાભિપ્રાયનો રાગ એ જ તો દ્રષ્ટિરાગ છે, એ જ તો મિથ્‍યાત્‍વનો પર્યાય છે. મારો પંથ(મત) જ મુખ્‍ય છે, બીજા બધા તો ધતિંગો છે. મારા(સંપ્રદાય) ની માન્‍યતા જ સાચી, મારા સંપ્રદાયનું શાષા જ સારભૂત છે. બીજાના શાષાો તો બોગસ છે, અમે જ ઁતત્‍વઁ ને પામેલા છીએ, બાકી બધા તો ભ્રાંતિમાં પડ્‍યા છે, તેમનામાં તત્‍વનો અંશ પણ નથી. આ રીતે બીજા પંથ માટે મત્‍સર ભાવ રાખનારા ઁતત્‍વઁ ના સાર થી કયાંય દુર ફેંકાઈ જાય છે. મતાગ્રહ જ તો તત્‍વ પ્રાપ્તિમાં વિધ્‍ન છે.જો તડકો ને છાંયો એક સ્‍થાને એક સાથે રહી શકે, તો જ મત અને તત્‍વ એક આત્‍મામાં એક સાથે રહી શકે. અભિપ્રાયની ગુલામી અધ્‍યાત્‍મથી આત્‍માને વંચિત રાખે છે. ગ્રંથ પકડવાથી જે નથી મળતું તે મનમાં બાંધેલી ગ્રંથીઓ છોડવાથી મળે છે. ભગવાન રામનું નામ તો આત્‍માને ભવસાગર તારનાર છે.

માન્‍યતાઓના જાળાઓને તોડીને તટસ્‍થ પણે પરમાત્‍માનું નામ સ્‍મરણ કરવું જોઈએ. શ્રી રામ બળદેવ હતા.  વીર લક્ષ્મણ વાસુદેવ હતા. મર્યાદા પુરૂષોતમ શ્રીરામ ભારતવર્ષનું મહાન પાત્ર છે. જેમણે પોતાની મર્યાદા સદાચાર, સદવિચાર, સદભાવને જીવન પર્યત પોતાના જીવનમાં ટકાવ્‍યા છે. ભગવાન રામ મોક્ષે ગયા છે.  ચરમ શરીરી ભગવાન શ્રીરામ ત્‍યાગની મૂર્તિ હતા.

જયારે સમાજમાં સત્‍ય ઉપર અસત્‍ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્‍કળતિ ઉપર દૈત્‍ય શકિતઓ હાવી થવા લાગી ત્‍યારે શ્રી રામે તેમનો નાશ કરવા માટે જન્‍મ લીધો. રામ નવમી વસંતઋતુમાં આવતો હિંદુ તહેવાર છે, જે ભગવાન રામનો જન્‍મદિન છે. વિષ્‍ણુના સાતમા અવતાર તરીકે તે હિંદુ ધર્મનો મહત્‍વનો તહેવાર ગણાય છે. વિષ્‍ણુનાં અવતારોમાં ભગવાન કળષ્‍ણની પૂર્ણ પુરૂષોત્તમ અને રામની મર્યાદા પુરૂષોત્તમ તરીકે ગણતરી થાય છે.

(3:06 pm IST)