Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

રાજકોટ શહેર-જીલ્લામાં મતદારોનો ફરિયાદોનો ધોધ : ૧૦૪ ફરિયાદો : તમામનો નિકાલ

સી-વિજિલ-એમસીસી તથા જિલ્લા સંપર્ક કેન્‍દ્રો પર ફરિયાદો આવી

રાજકોટ, તા. ૧૭:  રાજકોટ જિલ્લામાં મુક્‍ત અને ન્‍યાયી, પારદર્શી વાતાવરણમાં ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નેતળત્‍વમાં વિવિધ કામગીરીઓ ચાલી રહી છે. જેમાં આદર્શ આચારને લગતી ફરિયાદોના નિવારણ માટે તંત્ર ત્રિવિધ રીતે કામગીરી કરી રહ્યું છે. રાજકોટ જિલ્લામાં ૧૬મી માર્ચથી લઈને અત્‍યાર સુધીમાં આચારસંહિતાના ભંગને લગતી ૧૦૪ ફરિયાદો મળી છે, જેનો સમયસર નિકાલ કરી નાખવામાં આવ્‍યો છે.  

રાજકોટ જિલ્લામાં એમ.સી.સી. ફરિયાદ નિવારણ ટોલ ફ્રી નંબર પર ૬૯-રાજકોટ પમિમાંથી ૨, ૭૦-રાજકોટ દક્ષિણમાંથી ૦૭, ૭૧-રાજકોટ ગ્રામ્‍યમાંથી ૦૪, ૭૨-જસદણમાંથી ૦૧ તથા અન્‍ય પાંચ મળીને ૧૯ ફરિયાદો મળી હતી. જેનો ગણતરીની મિનિટોમાં નિકાલ કરી દેવાયો હતો.

જ્‍યારે જિલ્લા સંપર્ક કેન્‍દ્ર-૧૯૫૦ હેલ્‍પલાઈન પર ૬૮-રાજકોટ પૂર્વમાંથી ૦૩, ૭૧-રાજકોટ ગ્રામ્‍યમાંથી ૩, ૭૪-જેતપુરમાંથી ૦૨, મળીને આઠ ફરિયાદો મળી હતી. જેનો સકારાત્‍મક નિકાલ કરી દેવામાં આવ્‍યો હતો.

આ ઉપરાંત સી-વિજિલ પર સૌથી વધુ ફરિયાદો મળી છે. જેમાં ૬૮-રાજકોટ પૂર્વમાંથી ૦૫, ૬૯-રાજકોટ પમિમાંથી ૩૦ -૭૦-રાજકોટ દક્ષિણમાંથી ૧૧-૭૧-રાજકોટ ગ્રામ્‍યમાંથી ૨૧-૭૨-જસદણમાંથી ૧-૭૩-ગોંડલમાંથી ૧૨, ૭૪-જેતપુરમાંથી ૫-૭૫-ધોરાજીમાંથી ૧ મળીને ૭૭ ફરિયાદો મળી હતી. જેનો ગણતરીની મિનિટોમાં નિકાલ કરવામાં આવ્‍યો છે. (૯.ર૬)

 

 

ડો. પ્રિતિ ભટ્ટ દ્વારા યુ ટયુબ ઉપર

‘‘સિધ્‍ધ મ્‍યુઝીક'' નામની ચેનલ લોન્‍ચ

સીંગર, એન્‍કર, રાઇટર, ડયુઅલ વોઇસ કવીન

‘‘શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન'' રામસ્‍તુતી રજૂઃ લોકોને ધર્મ અને ભકિતના માર્ગે વાળવાનો મુખ્‍ય ઉદ્દેશ

રાજકોટ તા. ૧૭: સીંગર, એન્‍કર, રાઇટર, એકટર અને ડયુઅલ વોઇસ કિવન ડો. પ્રીતિ ભટ્ટ પોતાની ‘‘સિધ્‍ધ મ્‍યુઝીક'' નામની યુ ટયુબ ‘‘શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન'' નામની રામ ભગવાનની રામ સ્‍તુતીથી આજરોજ શરૂ કરેલ છે.

આ રામ સ્‍તુતી-રામ વિજન તદ્દન નવા જ અંદાજમાં અને યુવાનોને પણ ભકિત રસથી ભરી દયે એવી રીતે સંગીત બધ્‍ધ કરી દીધું હોવાનું જણાવાયું છે.

યુવા સંગીતકાર ઓમ દવે એ તથા એડીટીંગ-મિકસીંગ કરેલ છે, નીરજ વ્‍યાસે તેમજ અદ્યતન ટેકનોલોજી અને આજના સમયમાં ખૂબ પ્રચલીત બનેલી એવી એનીમેશન મૂવી રૂપે શ્રી રામજીની સ્‍તુતીની વિડિયોગ્રાફી પણ ઓમ દવેએ કરેલ છે.

નવી પેઢીને પણ ધર્મ તથા ભકિતનો માર્ગ બતાવવા નવી રીતે આ ચેનલની શરૂઆત ભકિત પદથી કરી છે. સાથે સાથે તમામ ઓડિયો ઓટીટી પ્‍લેટફોર્મ પર પણ રજૂ થશે. લોકો ભકિત અને ધર્મના માર્ગ તરફ વળે તેવો ઉદ્દેશ હોવાનું ડો. પ્રિતી ભટ્ટ મો. ૯૪ર૯૦ ૭પ૧૯પ એ જણાવ્‍યું હતું.

(3:00 pm IST)