Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

આશાપુરા માતાજીના મંદિરે શીશ ઝુકાવતા પરેશ ધાનાણી ‘જવતલીયા ભાઇ'ના ઓવારણા લેતા ક્ષત્રાણીઓની આંખો છલકી ગઇ

રાજપુત બહેન-દિકરીઓએ કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવવા જઇ રહેલા પરેશ ધાનાણીના ઓવારણા લઇ ક્ષત્રીય સમાજ તેમની તરફેણમાં મતદાન કરશે તેવું વચન આપ્‍યું

રાજકોટઃ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શ્રી પરેશ ધાનાણીએ ગઇસાંજે  શહેરના આસ્‍થાના કેન્‍દ્ર શ્રી આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરી લોકસંપર્ક યાત્રા શરૂ કરી હતી. પરેશ ધાનાણી આશાપુરા માતાજીના મંદિરે માથુ ટેકવી  ચૈત્રી આઠમ નિમિતે શ્રધ્‍ધાભેર દર્શનાર્થે ઉમટેલા ક્ષત્રીય સમાજના મહિલાઓને મળી પુરૂષોતમ રૂપાલાએ તેમના વિષે કરેલી અભદ્ર ટીપ્‍પણી વિષે ભારોભાર રોષ વ્‍યકત કરવા સાથે પોતે એક જવતલીયા ભાઇ' તરીકે તમારી લડતમાં સાથે છું તેવી ધરપત આપતા ઉપસ્‍થિત ક્ષત્રીય દિકરીઓ અને બહેનોની આંખમાંથી અશ્રુધારા વહી ગઇ હતી.   ક્ષત્રીયાણીઓએ  કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવવા જઇ રહેલા પરેશ ધાનાણીના ઓવારણા લઇ ક્ષત્રીય સમાજ તેમની તરફેણમાં મતદાન કરશે  તેવું વચન આપ્‍યું હતું. આ પહેલા પરેશ ધાનાણીએ સુપ્રસિધ્‍ધ ખોડલધામ અને જલારામ વિરપુર મંદીર ખાતે દર્શન કરી આશીર્વાદ મેળવ્‍યા હતા. આ તકે પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ શ્રીમતી ગાયત્રીબા  વાઘેલા, કોંગ્રેસના લીગલ સેલના અગ્રણી અને સીનીયર નેતા અશોકસિંહ વાઘેલા, યુવા કોંગ્રેસી નેતા રાજદીપસિંહ જાડેજા, અને  યુવા કોંગી અગ્રણી આદિત્‍યસિંહ ગોહીલ તેમજ મોટી સંખ્‍યામાં ક્ષત્રીય સમાજના બહેનો ઉપસ્‍થિત રહયા હતા. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(2:39 pm IST)