Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

કિડની ટ્રન્‍સપ્‍લાન્‍ટ માટે ૩ લાખ મંજૂર કરાવતા રામભાઇ મોકરીયા

રાજકોટ,તા.૧૬ : રાજકોટના તન્‍ના નીલેશભાઇ ભીખાભાઇની કીડની ખરાબ થતા અમદાવાદ ખાતે સરકારી કીડની હોસ્‍પિટલમાં સારવાર માટે જતા  કીડની ટ્રાન્‍સપ્‍લાન્‍ટ કરવાનું કહેતા સારવાર માટે રૂપિયાની જરૂર પડતા તુરત મદદ માટે સંસદસભ્‍ય રામભાઇ મોકરીયાનો સંપર્ક કરતા સંસદ સભ્‍ય રામભાઇ મોકરીયાએ પ્રધાનમંત્રી રાષ્‍ટ્રીય રાહત ફંડમાંથી રાહત આપવા માટે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીને પત્ર લખીને ભલામણ કરતા તુરત જ PMNZF માંથી દર્દીને ઓપરેશન/સારવાર માટે વ્‍યક્‍તિગત રીતે ત્રણલાખનો સહાયનો ચેક અમદાવાદની સરકારી હોસ્‍પિટલમાં જમા થઇ જતા સાંસદસભ્‍ય રામભાઇ મોકરીયાએ દર્દીના દુખમાં ભાગીદાર બનીને માનવતા મહેકાવાનું ઉમદા કામ કર્યું છે. દર્દીના સગા દ્વારા સંસદસભ્‍ય રામભાઇ મોકરીયા અને વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીનો આભાર માનેલ છે. સંસદસભ્‍ય રામભાઇ મોકરીયાએ આવા દર્દના રોગો માટે ક્‍યારેય કોઇને જરૂર પડે તો પોતાનાથી બનતી તમામ મદદ કરવાની ખાતરી આપી છે.

(11:18 am IST)