Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

છેલ્લા એક વર્ષમાં મ્યુ. કોર્પોરેશનને ૭ શોપિંગ સેન્ટરની દુકાનોનાં ર૭ કરોડ આવ્યા

રાજકોટ તા. ૧૭ :.. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના અને સ્માર્ટ ઘર યોજના હેઠળ શહેરના વિવિધ ૭ સ્થળોએ બનાવવામાં આવેલ શોપીંગ સેન્ટરની દુકાનો-ઓફિસોની જાહેર હરરાજી કરવામાં આવે છે, તેમાં શહેરના વિવિધ ટાઉનશીપ શોપીંગ સેન્ટરો અને સ્માર્ટ ઘર-૧ માં બનાવવામાં આવેલ દુકાનોની હરરાજીથી રાજકોટ મહાનગરપાલિકાને વર્ષ ર૦૧૮-ર૦૧૯ માં રૂ. ર૭ કરોડની માતબર આવક થયેલ છે. તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ છેલ્લા એક વર્ષમાં કુલ ૭ શોપીંગ સેન્ટરની હરરાજી કરવામાં આવી હતી. જેમાં વીર નર્મદા ટાઉનશીપ શોપીંગ સેન્ટરના રૂ. પ,ર૮,પ૦,૦૦૦, મહર્ષી દયાનંદ સરસ્વતી ટાઉનશીપ શોપીંગ સેન્ટરના ૧,૮૧,૪૦,૦૦૦, મહર્ષી અરવિંદ ટાઉનશીપ શોપીંગ સેન્ટરના ર,૬ર,ર,૯૦,૦૦૦, કવિ કલાપી ટાઉનશીપ શોપીંગ સેન્ટરના ૧,૮૭,૬૦,૦૦૦, સ્માર્ટ ઘર-૧ ના ૬,૧૭,૮૦,૦૦૦, ભકત કવિ નરસિંહ મહેતા ટાઉનશીપ શોપીંગ સેન્ટરના ૪,૬૩,૮૦,૦૦૦, શહીદ ઉધમસિંહ ટાઉનશીપ શોપીંગ સેન્ટરના ૪,૬૭,૮૦,૦૦૦ સહિત કુલ રૂ. ર૭,૦૯,૮૦,૦૦૦ ના આવક થવા પામી છે. તેમ અંતમાં જણાવાયું હતું. (પ-ર૭)

(4:07 pm IST)