Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

પત્નિએ સાસરે પાછા આવવાની ના પાડતાં મોરબીનો મનોજ ઝેર પી ગયો

કુબલીયાપરામાં સસરાના ઘર પાસે પગલુ ભર્યુ

રાજકોટ તા. ૧૭: મોરબીમાં ગોકુલનગરમાં રહેતો અને મજૂરી કરતો મનોજ શાંતિલાલ કડીવાર (ઉ.૩૫) નામનો યુવાન રાજકોટના કુબલીયાપરામાં તેના સસરાના ઘર પાસે ઝેર પી જતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. મનોજના કહેવા મુજબ તેની પત્નિ ભાવના રાજકોટ માવતરે આવી ગઇ હોઇ પોતે તેણીને તેડવા આવ્યો હતો. પણ તેણે પરત સાસરે આવવાની ના પાડી દેતાં પોતાને માઠુ લાગી જતાં આ પગલું ભર્યુ હતું.

(4:05 pm IST)