Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

રૂખડીયામાંથી સલીમ જુણાચ ચોરાઉ રીક્ષા સાથે પકડાયો

હરીહર ચોકમાં અગાઉ ગેરેજ ચલાવતા અમદાવાદના જાબીર શેખનું નામ ખુલ્યું

રાજકોટ તા.૧૭: રૂખડીયા મફતીયા પરામાંથી પ્ર.નગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી મુસ્લિમ શખ્સને ચોરાઉ રીક્ષા સાથે પકડી લીધો હતો.

મળતી વિગતો મુજબ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુચનાથી પ્ર.નગર પોલીસ મથકના પી.આઇ. બી. એમ. કાતરીયા તથા પીએસઆઇ ઓ.પી. સીસોદીયા તથા અરવિંદભાઇ દેવશીભાઇ, અશોકભાઇ કલાલ, જયદીપભાઇ જયેન્દ્રસિંહ, પ્રદિપસિંહ, હેમેન્દ્રસિંહ, મનજીભાઇ તથા શકિતસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે અરવિંદભાઇ દેવશીભાઇ તથા જયદીપભાઇને મળેલી બાતમીના આધારે રૂખડીયા મફતીયાપરામાં દરોડો પાડી અલીભાઇ આમદભાઇના મકાનમાં ભાડે રહેતો સલીમ અલીભાઇ જુણાચ (ઉ.વ.૩૨)ને જી.જે. ૩ એ ડબલ્યુ ૫૬૨૨ નંબરની ચોરાઉ રીક્ષા સાથે પકડી લીધો હતો.  તેની પુછપરછ કરતા દોઢ વર્ષ પહેલા હરીહર ચોકમાં ગેરેજ ચલાવતો અમદાવાદનો જાબીર જહુરભાઇ શેખએ રીક્ષાનું ચોરાઉ એન્જીન અને ચેસીસ નાખી આપ્યા હોવાનું જણાવ્યું છે. તેના વિરૂદ્ધ અમદાવાદ સાબરમતી પોલીસ મથકમાં ફરીયાદ થઇ છે. આ અંગે પોલીસે તપાસ આદરી છે.

(4:05 pm IST)