Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

બેડી ચોકડીએ રાત્રીના સાડાદસથી બાર સુધી વાહન ચેકીંગ

ચૂંટણી અંતર્ગત શહેર પોલીસ દ્વારા દરરોજ ઠેર-ઠેર વાહન ચેકીંગ કરવામાં આવે છે. સવાર, બપોર, સાંજ તેમજ રાત્રીના સમયે પણ મુખ્ય માર્ગો અને ચેક પોસ્ટ ઉપર તેમજ ચોકીઓ શરૂ કરવામાં આવી છે તે સ્થળો પર વાહન ચેકીંગની કાર્યવાહી થાય છે. આ રીતે રાત્રીના સાડા દસથી બાર વાગ્યા સુધી બેડી ચેક પોસ્ટ પર બી-ડિવીઝન પી.આઇ. વી. જે. ફર્નાન્ડીઝ અને ટીમે સતત વાહન ચેકીંગ કર્યુ હતું. જે તસ્વીરોમાં જોઇ શકાય છે.

(4:04 pm IST)