Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

હોમીયોપેથી કોલેજના એડમીશન પ્રકરણમાં આરોપી વિજય જાંબુડીયાની જામીન અરજી મંજુર

રાજકોટ તા ૧૭ : રાજકોટ શહેરના ચકચારી હોમીયોપેથી કોલેજના એડમીશન પ્રકરણમાં આરોપી વિજય જાદવજી જાંબુડીયા ની જામીન અરજી મંજુર કરેલ છે.

આ કેસની   વિગત મુજબ આરોપી વિજય જાદવજી જાંબુડીયા એ બી.એ. ડાંગર કોલેજના પ્રિન્સિપાલ વગેરે તથા ૪૦ જેટલા વિદ્યાર્થીઓ સાથે મળી પુર્વયોજીત કાવતરૂ રચી ગુજરાત રાજય બહારના અલગ અલગ કોલેજોના વિદ્યાર્થીઓની ખોટી માર્કશીટ તથા માઇગ્રેશન  સર્ટી. તથા  સેન્ટ્રલ કાઉન્સીલ ઓફ હોમીયેપેથીના સર્ટી. ઓ બનાવી જે સર્ટી. ખોટા હોવાનું જાણતા હોવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાં   એડમીશન લઇ  તેમજ બોગસ માર્કશીટ ખરી  છે તેની તપાસ કરવાની જરૂર નથી, તેવા ખોટા   ઇ-મેલ  કરી એક-બીજાની મદદગારી કરી આઇ.પી.સી. કલમ ૪૬૩,૪૬૪, ૪૬૫, ૪૬૭,૪૭૧, ૪૨૦, ૧૨૦(બી) ૪૦૬, તેમજ આઇ.ટી. એકટની કલમ-૬૬ (ડી) હેઠળ ગંભીર ગુન્હો કરેલ  હોવાના નિષ્કર્ષ ઉપર પોલીસ આવેલ, તેમજ આશરે ૪૪ જેટલા  લોકો  વિરૂધ્ધ  ચાર્જશીટ  ફાઇલ થયેલ હતું.  જેલ હવાલે રહેલ આરોપી વિજય જાદવજી  જાંબુડીયાએ તેમના વકીલ મારફત રાજકોટની  સેશન્સ અદાલતમાં જામીન પર છુટવા   માટ  ે અરજી કરેલ, જેમાં પ્રોશીકયુશનની   રજુઆતો, પોલીસના કાગળો, કાયદા વિષયક રજુઆતો વગેરે ધ્યાને લઇ જામીન પર છોડી મુકવા હુકમ કરેલોે. આ કામમાં આરોપી  વિજય જાદવજી જાંબુડીયા તરફે  રાજકોટના વકીલ શ્રી પાર્થ ડી. પીઠડીયા, પ્રતિક રાજયગુરૂ, કરણસિંહ એ. ડાભી તથા વિરલ એસ. જેઠવા રોકાયેલ હતા.

(4:03 pm IST)