Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

શિવસેના દ્વારા ભગવાન મહાવીરને વંદન

આજે ભગવાન મહાવિર જન્મ કલ્યાણકની ધામધુમ પૂર્વક ઉજવણી અંતર્ગત નિકળતી શોભાયાત્રાનું શિવસેના રાજકોટ એકમ દ્વારા ગેલેકસી ચોક ખાતે ભકિતભાવે સ્વાગત-પુજન કરાયું હતું. આ પ્રસંગે શોભાયાત્રામાં હાજર રહેલા મયુરભાઇ કોઠારી, કમેશભાઇ શાહ, ભિમભાઇ, નિતેશભાઇ શાહ, ઉપેનભાઇ મોદી સહિતના અગ્રણીનો સન્માનીત કરીને ધર્મયાત્રાનું પુજન કરાયું હતું. શિવસેનાના જીમ્મીભાઇ અડવાણી, સંજયભાઇ ટાંક, નિલેશ ચૌહાણ, કિશન સિધ્ધપુરા, વિમલ નૈયા, પાર્થ કોટક, રોહિત ગઢીયા વગેરે સાથે જોડાયા હતાં.

(4:02 pm IST)