Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

બજાજ એલ્યાન્ઝ વિમા કંપનીને વિમા પોલીસી હેઠળ વળતર ચુકવવા ફોરમનો હુકમ

રાજકોટ તા. ૧૭: રાજકોટ કન્ઝયુમર ફોરમ દ્વારા બજાજ એલ્યાન્ઝ ઇન્સ્યું. કાું. લી. સામે ખર્ચ તથા વ્યાજ સહીત ફરીયાદીને પોર્ટીબ્લીસીટી વાળી વિમા પોલીસી હેઠળ વળતર ચુકવવા આદેશ કરેલ હતો.

રાજકોટમાં રહેતા વીપુલભાઇ દેસાઇ કે જેઓ બજાજ એલ્યાન્ઝ ઇન્સ્યું. કાું. લી.ના જ એજન્ટ છે. તેમજ બજાજની પોલીસીને લગતું કામ કરે છે. તેઓએ પોતાના તથા પોતાની પત્નીનો મેડીકલેઇમ જે ઇન્સ્યું. કાું.થી લેતા હતા તે ઇન્સ્યું. કાુંથી પોલીસી પોર્ટીબ્લીટ કરાવી અને બજાજ એલ્યાન્ઝ ઇન્સ્યું. કાું. લી.માં ટ્રાન્સફર કરાવેલ. ત્યારબાદ તેઓના પત્નીને તા. ૧/પ/ર૦૧૮ તેમજ તા. પ/૬/ર૦૧૮ના રોજ બન્ને આંખોનું મોતીયાનું ઓપરેશન કરાવેલ. જે સંબંધે કલેઇમ મેળવવા માટે બજાજ એલ્યાન્ઝ ઇન્સ્યું. કાું. લી.માં જરૂરી કલેઇમ ફોર્મ ભરી અને ઓપરેશનના ખર્ચના રૂ. ૮૬,ર૯૯/-નો કલેઇમ માંગેલ હતો.

પરંતુ બજાજ એલ્યાન્ઝ ઇન્સ્યું. કાું. લી. દ્વારા તેઓની વિમા પોલીસી ફ્રેશ પોલીસી છે. તેવું કારણ દર્શાવી અને કલેઇમ નામંજુર કરેલો. આથી વિપુલભાઇના પત્નીએ રાજકોટ નામ. કન્ઝયુમર ફોરમમાં ફરીયાદ દાખલ કરી અને ઓપરેશનનો ખર્ચ રૂ. ૮૬,ર૯૯/- મેળવવા અરજી કરેલ.

રાજકોટ ગ્રાહક ફોરમના પ્રમુખ શ્રી વી. એમ. ગોહેલ દ્વારા ફરીયાદીના એડવોકેટ શ્રી સંજય જી. બાવીસી તથા મૌલીક એ. જોશીની દલીલો સાંભળી અને લક્ષમાં લઇ ઉપરોકત પોર્ટીબ્લીટી સંબંધે વિમા કંપની દ્વારા શંકાસ્પદ રીતે પોર્ટીબ્લીટી કેન્સલ કરેલ હોય, તેવું તારણ કાઢવામાં આવેલ. અને ફરીયાદીને જરૂરી પ્રપોઝલ ફોર્મ ભરેલ હોય, તેમજ કન્ટીન્યુ પોલીસી રહે તે રીતુનં પ્રીમીયમ પણ બજાજ એલ્યાન્ઝ ઇન્સ્યુ. કાું. લી. દ્વારા સ્વીકારવામાં આવેલ છે. તેવું જણાઇ આવે તેવું તારણ કાઢી અને વિમા કંપનીને ઓપરેશનનાં ખર્ચના રકમ રૂ. ૮૬,ર૯૯/- તથા ૭%ના વ્યાજ સાથે ચુકવવા હુકમ ફરમાવેલ. આ ઉપરાંત વધારાના માનસીક દુઃખ, ત્રાસના તેમજ અરજી ખર્ચની રકમ પણ મંજુર કરેલ.

આ કામમાં ફરીયાદી વતી એડવોકેટ સંજય જી. બાવીસી તથા મૌલીક એ. જોશી રોકાયેલા હતા.

(4:02 pm IST)