Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

મતદાનની પવિત્ર ફરજ દરેક બજાવજો, અચુક મતદાન કરજો પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને અધિકારીઓનું મતદાન

લોકસભાની ચૂંટણી સમયે પોલીસ, એસઆરપી, હોમગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓ બંદોબસ્તમાં વ્યસ્ત હોઇ મતદાન કરી શકતાં હોતા નથી. આ માટે અગાઉથી જ ચૂંટણી પંચ દ્વારા આ ફિલ્ડના અધિકારીઓ, કર્મચારીઓ માટે બેલેટ પેપરથી મતદાનનું આયોજન કરવામાં આવતું હોય છે. તે અંતર્ગત શહેરના પોલીસ હેડકવાર્ટર ખાતે સોમવારથી મતદાન શરૂ થયું છે. આજે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિતના અધિકારીઓ અને અગાઉ મતદાનમાં બાકી રહેી ગયેલા અધિકારીઓ, કર્મચારીઓએ પોલીસ હેડકવાર્ટર ખાતે મતદાન કર્યુ હતું. તસ્વીરમાં મત આપતાં શ્રી અગ્રવાલ તથા બાજુની તસ્વીરમાં તેમની સાથે એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા સહિતના અધિકારીઓ, કર્મચારીઓ જોઇ શકાય છે.(ફોટોઃ સંદિપ બગથરીયા) 

(4:00 pm IST)