Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

બાલક હનુમાન મંદિરે શુક્રવારે હનુમાન જયંતિ ઉત્સવ

યજ્ઞ, મહાઆરતી, મહાપ્રસાદના આયોજનો : રક્ષા દોરીનું વિતરણ કરાશે : પેડક રોડે તડામાર તૈયારી શરૂ

રાજકોટ તા. ૧૭ : ચૈત્રી પૂનમ નિમિતે પેડક રોડ પર આવેલ શ્રી બાલક હનુમાનજી મંદિરે શુક્રવાર તા. ૧૯ ના ધામધુમથી હનુમાન જયંતિ મહોત્સવ ઉજવાશે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા આગેવાનોએ જણાવેલ કે આખા પેડકરોડ ઉપર દાદાના જન્મોત્સવને લઇને તૈયારીનો ધમધમાટ આદરાયો છે. બાલક હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા છે.

શુક્રવારે સવારે ૪ વાગ્યે મંગળા આરતી, ૮ વાગ્યે હવન પ્રારંભ, ૧૦ વાગ્યે મહાપ્રસાદ, બપોરે ૨.૩૦ વાગ્યે હવનનું બીડુ હોમાશે, રાત્રે ૮.૩૦ વાગ્યે મહાઆરતી થશે. સવારે ૪ થી ૬ અને સાંજે પ થી ૧૨ રક્ષા દોરીનું વિતરણ કરાશે.

ધર્મપ્રેમીજનોએ મહોત્સવમાં પધારવા બાલક હનુમાનજી ટ્રસ્ટ દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.

તસ્વીરમાં હનુમાન જયંતિની વિગતો 'અકિલા' ખાતે વર્ણવતા ઠાકરશીભાઇ લીંબાસીયા, દિવ્યેશભાઇ શાહ, અનિલભાઇ કાકડીયા, અનિલભાઇ ગોંડલીયા , ધીરૂભાઇ ખુંટ નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી)

(3:58 pm IST)