Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

સાળંગપુરમાં પૂજાયેલ ધ્વજા રાજકોટના હનુમાન મંદિરમાં ચડાવાશેઃ હિન્દુ જાગરણના મંચનો સંકલ્પ

હનુમાન જયંતિ નિમિતે નવતર આયોજનઃ મંદિર સંચાલકો સંપર્ક કરે

રાજકોટ, તા.૧૭: પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ હિંદુ જાગરણ મંચ તથા ધર્મજાગરણ સમન્વય વિભાગ દ્વારા હનુમાન જયંતિને અનુલક્ષીને રાજકોટના નાના-મોટા હનુમાન મંદિરમાં સાળંગપુરથી શ્રી બાલાજી મંદિરમાં ધ્વજાનું પુજન કરીને મંદિરમાં ધ્વજા રોપણ કરાશે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવેલ કે હિન્દુધર્મ સંસ્કૃતિ સંવર્ધન અને ઉત્થાન માટે હિન્દુ જાગરણ મંચ કાર્ય કરી રહ્યું છે. આજ ઉદેશ્યને ધ્યાનમાં રાખીને અને સામાજિક સમરસતા અર્થે એક સુત્રતા રહે અને રાજકોટના વિવિધ હનુમાન ભકત યુવક મંડળો એક બીજાથી પરિચિત થાય અને સંગઠિત થાય એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

ગત તા.૪ એપ્રિલના રાજકોટથી હિંદુજાગરણ મંચના પ્રાંત મંત્રી રાજુભાઇ પિલ્લાઇ મહાનગરના મંત્રી વિક્રમસિંહ પરમાર ધર્મજાગરણના મહાનગર સંયોજક રાજેશભાઇ શીંગાળા, સહ સંયોજક રમેશભાઇ કકડ, મનસુખભાઇ લખતરિયા તથા મહેશભાઇ મિયાત્રા વગેરે કાર્યકર્તા સાળંગપુર હનુમાનજીની મુલાકાત લઇ બાલાજી મંદિરમાં ધ્વજાઓનું પુજન કરાવેલ. કોઠારી સ્વામીશ્રી વિવેક સાગર સ્વામીજીના આશીર્વાદ મેળવેલ.

આ વર્ષે ૮૦૦થી વધુ મંદિર સુધી પહોંચવાની યોજના બનાવેલ છે. હાલમાં રાજકોટ શહેરમાં કાર્યકર્તા દ્વારા ધ્વજાનું વિતરણ ચાલુ છે.

ધર્મ જાગરણ સમન્વય તથા હિન્દુ જાગરણ મંચના તમામ કાર્યકર્તા જહેમત ઉઠાવી રહ્યા છે. રાજકોટ શહેરના યુવક મંડળો કે હનુમાન મંદિરના સંચાલકો ધ્વજા મેળવવા માટે વિક્રમસિંહ પરમાર-૯૩૨૭૫ ૦૮૧૮૧ રમેશભાઇ કકડ- ૯૮૨૫૫ ૫૬૩૨૦, મહેશભાઇ મિયાત્રાનો ૯૪૨૮૨ ૭૬૦૫૧ સંપર્ક કરી શકે છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા વિક્રમસિંહ પરમાર, મહેશભાઇ પરમાર, સમીરભાઇ શાહ, દિલિપભાઇ દવે, રાજુભાઇ ઉમરાણીયા નજરે પડે છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(3:56 pm IST)