Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

કાલે હાટકેશ્વર જયંતિઃ શોભાયાત્રા- મહાપ્રસાદ

હાટકેશ્વર પાટોત્સવ સમિતિ દ્વારા નાગર બોર્ડીંગમાં લઘુરૂદ્ર : સાંજે જ્ઞાતિજનો માટે મહાપ્રસાદ

રાજકોટ તા. ૧૭ : દર વર્ષની જેમ આ વર્ષે પણ હાટકેશ્વર દાદાનો પાટોત્સવ ધામધુમથી ઉજવવા આયોજન થયુ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા પાટોત્સવ સમિતિના આગેવાનોએ જણાવેલ કે કાલે તા. ૧૮ ના ગુરૂવારે હાટકેશ્વર દાદાનો પાટોત્સવ ઉજવાશે. નાગર જ્ઞાતિજનો માટે નાગર બોર્ડીંગ ખાતે લઘુરૂદ્ર અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.

હાટકેશ જયંતિ નિમિતે સવારે ૮ થી ૯ નાગર બોર્ડીંગ ખાતે લઘુરૂદ્રનો પ્રારંભ થશે. બેસવા ઇચ્છતા હોય તેઓએ મનહરભાઇ વૈષ્ણવ અને જે. ટી. બક્ષીનો સંપર્ક કરી નામ નોંધાવી લેવા જણાવાયુ છે. પુરૂષોએ અબોટીયા તથા બહેનોએ સાડી પરીધાન કરીને ઉપસ્થિત રહેવાનું રહેશે.

સાંજે ૮.૩૦ વાગ્યાથી સમસ્ત નાગર જ્ઞાતિજનો માટે મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે. આ માટેના પાસ સાંજે પ થી ૭ દરમિયાન નાગર બોર્ડીંગ ખાતેથી મેળવી લેવા અવ્યવસ્થા ન સર્જાય તે હેતુથી પાસ વ્યવસ્થા રખાઇ હોવાનું સમિતિએ જણાવેલ છે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા હાટકેશ્વર પાટોત્સવ સમિતિ તથા શ્રી અનંતજી વડનગરા નાગર બોર્ડીંગ ટ્રસ્ટના મનહરભાઇ વૈશ્ણવ, ડો. હેમાંગભાઇ વસાવડા, જે. ટી. બક્ષી, નૈષદભાઇ ધોળકીયા, ઓજસ માંકડ, વિપુલ પોટા, બાલેન્દુ મહેતા, ડો. હાર્દીક બક્ષી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા હાટકેશ પાટોત્સવ સમિતિના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી)

(3:55 pm IST)