Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

આંગણવાડી કર્મચારી મહાસંઘનું અધિવેશન

ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ (BMS) ગુજરાત પ્રદેશનું અધિવેશન રાજકોટ ખાતે શ્રીમતિ હેમલતાબેન પટેલ (સુરત)ના અધ્યક્ષસ્થઆને યોજાયુ હતુ. આ અધિવેશનમાં ગુજરાતમાંથી ત્રણસો આંગણવાડીના બહેનો હાજર રહેલ ''આંગણવાડી કર્મચારીઓને સરકારી કર્મચારીઓ જાહેર કરો'' તે માંગણી ઉપરાંત ગુજરાત રાજયમાં દરેક જગ્યાએ સુપરવાઇઝરોની ભરતી ૫૦ ટકા લેખે અંદરથી કરવા અને પ્રમોશનમાં ૪૮ વર્ષની વયમયાર્દા દૂર કરવા ત્થા સુપરવાઇઝરોને સીધી ત્થા ૫૦ ટકા લેખે ભરતી કરવા મ્યુનિ. કોર્પો.ને અગાઉના ઠરાવમાં સુધારો કરવા તાત્કાલિક કરવા યોગ્ય કાર્યવાહી કરવા અને કેન્દ્ર તથા રાજય સરકારે ૨૦૧૯-૨૦૨૦ના વચગાળાના બજેટમાં જે પગાર વધારો કરેલ છે તે તાત્કાલિક ચૂકવવા સરકારે જે પરિપત્ર કરેલ છે તે ભુલભરેલો હોય તાત્કાલિક રદ કરી કેન્દ્ર સરકારના રૂ.૧૫૦૦ તથા રાજય સરકારના રૂ.૯૦૦-=કુલ ૨૪૦૦નો વધારો આપવા પ્રચંડ માંગણી ઉઠાવવામાં આવી હતી.આ અધિવેશનની શરૂઆતમાં શ્રીમતી હેમલતાબેન પટેલ તથા અન્ય પદાધિકારીઓ, દિપ પ્રજ્જવલિત કરી ઉદ્દઘાટન કરેલ હાજર રહેલ  પદાધિકારીઓ અને આગેવાનો હસુભાઇ દવે, વાલજીભાઇ ચાવડા, અરવિંદસિંહ પરમાર, વી.પી.પરમાર, સહદેવસિંહ જાડેજા, શ્રીમતિ હેમલતાબેન પટેલ, પ્રતિભાબેન પટેલ, શ્રીમતિ નિરૂબેન ઉપાધ્યાય, કરશનભાઇ કરમટા, મહેશભાઇ વેકરીયા, કુમારી અરૂણાબેન દાવડા, કૃપાલીબેન, હરિભાઇ પરમાર, યુ.આર.માંકડ, પ્રિતીબેન કંઝારીયા, શ્રીમતિ સોનલબેન ગોહેલ, શ્રીમતિ સંગીતાબેન મકવાણા દ્વારા ફુલહારથી સ્વાગત કરવામાં આવેલ. કિશોરભાઇ મુંગલપરા ખાસ ઉપસ્થિત રહેલ અને તેમના વકતવ્યમાં લોકશાહીમાં જે મતનો અધિકાર મળેલ છે તેનો ઉપયોગ કરવા જણાવેલ ''પ્રથમ મતદાન પછી નાસ્તો'' આ સૂત્રને ધ્યાનમાં રાખી અને વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે આગ્રહ કરેલ હતો. ભારતીય મઝદૂર સંઘની પ્રણાલિકા પ્રમાણે નવા વર્ષના હોદ્દેદારોની વરણી સર્વાનુમતે સંપન્ન થયેલ જેમાં નવા વર્ષ એટલે કે ૨૦૧૯ના વર્ષ માટે અધ્યક્ષ તરીકે શ્રીમતિ હેમલતાબેન પટેલ (સુરત), કાર્યાધ્યક્ષ તરીકે શ્રીમતિ શર્મિષ્ઠાબેન જોષી (મહેસાણા)અને મહામંત્રી તરીકે શ્રીમતિ નીરૂબેન ઉપાધ્યાય તેમજ કોષાધ્યક્ષ તરીકે વી.પી.પરમાર (બરોડા)ની વરણી સર્વાનુમતે થયેલ અંતમાં અધિવેશનમાં હાજર રહેલ તમામ પ્રતિનિધિઓને સમાપન સમારોહમાં ભા.મ.સં.પૂર્વ રાષ્ટ્રિય અધ્યક્ષ હસુભાઇ દવેએ જણાવેલ હતું કે ભા.મ.સં. 'પરસ્પર સહયોગ'માં માને છે. સરકાર કોઇપણ હોઇ પરંતુ કર્મચારીઓના પ્રશ્ને હંમેશા સક્રીય રહેવું જોઇએ અને સંઘર્ષ ક્ષમતા વધારવી જોઇએ જે આજની તાતી જરૂરીયાત છે. સંગઠનની શકિત અને તાકાત વધે તેના માટે પ્રયાસ કરવાની જરૂરીયાત છે, તેમજ આર્થિક રીતે સ્વનિર્ભર થવું જોઇએ તેમ જણાવેલ હતું. અંતમાં રાજકોટ વિભાગના વિભાગ મંત્રી સરસ્વતીબેન જેઠવા (જામનગર) દ્વારા આભાર દર્શન કરેલ હતું. કાર્યક્રમનું સંચાલન શ્રીમતિ નીરૂબેન ઉપાધ્યાય, શર્મિષ્ઠાબેન જોષીએ કરેલ. રાજકોટ ખાતેની સંમેલનની તમામ જવાબદારી કુમારી અરૂણાબેન દાવડા, કૃપાલીબેન, મહેશભાઇ વેકરીયા, હરેશભાઇ ચાઉં, હરિભાઇ પરમાર, આર.માંકડ,વેલ્ફર બોર્ડના ભટ્ટભાઇ, સરલાબેન રાઠોડ, ભારતીબેન નથવાણી, પ્રિતીબેન, સંગીતાબેન, સોનલબેન, મુમતાઝબેન વિગેરેએ જહેમત ઉઠાવેલ હતી.

(3:54 pm IST)