Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

કાઠી યુવાનની હત્યામાં મદદગારી કરનાર અંકુશ ઉર્ફે બાડો સંચાણીયાની ધરપકડ

બનાવ બન્યો ત્યારે હિરેન ખેરડીયાએ અંકુરને બોલાવ્યો'તો : સ્કોર્પીયો કબ્જે

રાજકોટ, તા. ૧૭ : ઇન્દીરા સર્કલ નજીક ગત સપ્તાહમાં જસદણના કાઠી યુવાનની હત્યા અને મિત્ર પર ખૂની હુમલાના બનાવમાં બે પોલીસમેન સહિત ચાર શખ્સો રીમાન્ડ પર છે.

આ પ્રકરણમાં પોલીસે વધુ એક શખ્સની ધરપકડ કરી છે.

મળતી વિગત મુજબ દોઢસો ફૂટ રોડ ઇન્દીરા સર્કલ પાસે તા. ૧૦/૪ની મોડીરાત્રે જસદણના કાઠી યુવાન કુલદીપ ખવડની બે પોલીસમેન સહિતના શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. જયારે તેના મિત્ર અભિલવ શીવકુભાઇ ખાચરની હત્યાનો પ્રયાસના ગુન્હામાં ગાંધીગ્રામ પોલીસે અર્જુનસિંહ શત્રુજ્ઞસિંહ ચૌહાણ, બે પોલીસમેન હિરેન સુરેશભાઇ ખેરડીયા, વિજય રાયધનભાઇ ડાંગર અને પાર્થ શૈલેષભાઇ દોશીની ધરપકડ કરી હતી અને પોલીસે ચારેયના તા.૧૮મી સુધી રીમાન્ડ મેળવ્યા હતાં. ગઇકાલે ગાંધીગ્રામ પોલીસ મથકના પી.ઓઇ. વી.વી. ઓડેદરા સહિતના સ્ટાફે ચારેય શખ્સોનું ઘટના સ્થળે લઇ જઇ રીકનસ્ટ્રકશન કરાવાયું હતું. ચારેયની પૂછરછ કરતા અંકુર સંચાણીયા નામના શખ્સનું નામ ખુલતા પી.આઇ. વી.વી. ઓડેરા, પીએસઆઇ જે.એમ. ભટ્ટ, હેડ કોન્સ. રાહુલભાઇ વ્યાસ, ભાનુભાઇ મીયાત્રા, રશ્મીનભાઇ પટેલ, વનરાજભાઇ, દિવ્યરાજસિંહ જાડેજા, ગોપાલભાઇ પાટીલ, દિગ્વીજયસિંહ ગોહીલ, હીતેન્દ્રસિંહ ઝાલા તથા દિનેશભાઇ સહિતે અંકુર ઉર્ફે બાડો કિરીટભાઇ સંચાણીયા (ઉ.વ.રર) (રહે. હુડકોકવાર્ટર કોઠારીયા  મેઇન રોડ) ની જામનગર હાઇવે પડધરી નજીકથી ઝડપી લીધો હતો. અંકુર ઉર્ફે બાડો સંચાણીયાની પૂછપરછ કરતા બનાવ વખતે પોલીસમેન હિરેન ખેરડીયાએ ફોન કરી બોલાવતા અંકુર જીજે૩જે.સી.-પ૮ર નંબરની સ્કોર્પીયો લઇને સ્થળ પર પહોંચ્યો ત્યારે બનાવ બની ચૂકયો હતો અને સ્કોર્પીયોમાં હિરેન અને પાર્થ ભાગી ગયા છે. આ પ્રકરણમાં પોલીસે છરી કબ્જે કરવા તપાસ આદરી છે.

(3:53 pm IST)