Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

અખિલ ભારતીય બ્રાહ્મણ સેવા સંગઠન દ્વારા ૧૦૧ બટુકોને યજ્ઞોપવિત અને ૫૧ દિકરીઓના સમુહલગ્નનું આયોજન

રાજકોટ તા. ૧૭ : અખિલ ભારતીય બ્રાહ્મણ સેવા સંગઠન દ્વારા ૧૦૧ બટુકોને યજ્ઞોપવિત અને ૫૧ દિકરીઓના સમુહલગ્નનું આયોજન કરાયુ છે.આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંગઠનના આગેવાનોએ જણાવેલ કે મોંઘવારીના સમયમાં લોકો પ્રસંગ ઉકેલી  શકે તેવા હેતુથી ટોકન દરે આ આયોજન કરીએ છીએ. આ સંગઠન દ્વારા વિદ્યાર્થી સન્માન, જરૂરતમંદ બહેનોને સીલાઇ મશીન વિતરણ, સીનીયર સીટીઝન કલબ, યુવા મહિલા પાર્કની સ્થાપના સહીતના પ્રકલ્પો પણ હાથ ધરાયા છે. દર મહિને પહેલા શનિવારે મહીલાઓની મીટીંગ કરાશે.અખિલ ભારતીય બ્રાહ્મણ સમિતિના સંકલ્પનિષ્ઠ અધ્યક્ષ અને સમસ્ત બ્રહ્મસમાજના કન્વીનર, ભાજપ  મહીલા મોરચાના ખજાનચી માધવીબેન ઉપાધ્યાય તથા શિતલબેન ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમનું આયોજન કરાયુ છે.

આગામી તા. ૨૮ ના જીવનસાથી પસંદગી સંમેલન યોજાશે. જેમાં જોડાવા કે સહયોગી બનવા ઇચ્છુકોએ જે. ડી. ઉપાધ્યાય મો.૯૮૨૪૯ ૧૩૧૮૬, અનિલભાઇ ત્રિવેદી મો.૯૨૨૮૮ ૪૪૪૮૨, ડો. પુલકીત બક્ષી મો.૯૪૨૮૧ ૮૮૬૦૪, શિતલબેન ત્રિવેદી મો.૮૯૫૯૦ ૦૦૭૮૬ નો સંપર્ક કરવા જણાવાયુ છે.સમગ્ર કાર્યક્રમોને સફળ બનાવવા તરૂલતાબેન ભટ્ટ, નિશાબેન પંડયા, બીનાબેન શુકલ, કેરવીબેન ભટ્ટ, સુભનબેન ભટ્ટ, ચંદ્રીકાબેન ભટ્ટ, ચંદ્રીકાબેન એમ. જાની, ડીમ્પલબેન જાની, નમ્રતાબેન ત્રિવેદી, અર્ચનાબેન ત્રિવેદી, મેઘનાબેન ભટ્ટ, અનિતાબેન શુકલ, સાધનાબેન બક્ષી, ખુશ્બુબેન ત્રિવેદી, સોનલબેન ત્રિવેદી, પુર્ણીમાબેન ત્રિવેદી, અલ્કાબેન મોઢા, વૈશાલીબેન મોઢા, વૈશાલીબેન વ્યાસ, એકતાબેન બક્ષી, રચનાબેન જાની વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા શિતલબેન ત્રિવેદી, કિરણબેન ત્રિવેદી, સુમનબેન ભટ્ટ, જનકબેન ભટ્ટ, અલ્કાબેન ઉપાધ્યાય, જયશ્રીબેન ત્રિવેદી (શ્રોત્રિય) નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી)

(3:37 pm IST)