Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

''ત્રિશલાનંદન વિર કી, જય બોલો મહાવિર કી'': જૈન સમાજ ભકિતમાં લીન

ભગવાન મહાવીર સ્વામી જન્મકલ્યાણક પ્રસંગે ધર્મયાત્રા, ધર્મસભા, આંગી, વ્યાખ્યાન યોજાયા : જૈનમ આયોજીત ધર્મયાત્રામાં શ્રાવક- શ્રાવિકાઓ ઉમટયાઃ ધર્મસભામાં પૂ. ગુરૂભગવંતોએ આશીર્વચન ફરમાવ્યાઃ મુખ્ય વકતા પંડિત સુનિલ કુમાર શાસ્ત્રી દ્વારા મનનીય પ્રવચન

સૌરાષ્ટ્ર- કચ્છમાં જૈનો મહાવીર મય બન્યાઃ ધર્મયાત્રા- ધર્મસભા યોજાઈ : રાજકોટઃ પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણક પ્રસંગે સમગ્ર સૌરાષ્ટ્ર- કચ્છમાં ધર્મયાત્રા, ધર્મસભા યોજાઈ હતી. સાથો સાથ દેરાસરોમાં શણગાર, પ્રભુજીને આંગી, સ્તવન સ્પર્ધાઓ, વ્યાખ્યાન, સાધર્મિક વિતરણ, જીવદયાના કાર્યો કરવામાં આવેલ. રાજકોટ ખાતે જૈનમ દ્વારા પ્રભુ મહાવીરની ભવ્ય ધર્મયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં ગુરૂભગવંતોએ હાજર રહી આર્શીવચન પાઠવ્યા હતા. ધર્મયાત્રામાં વિવિધ વિષયો ઉપરના ફલોટસ, શણગારેલી બગીઓ, મોટરો તથા વિશાળ સંખ્યામાં ચારેય ફિરકાઓના શ્રાવક- શ્રાવીકાઓ જોડાયા હતા. ધર્મયાત્રા મણીઆર દેરાસરથી શરૂ થઈને હેમુ ગઢવી હોલ ખાતે ધર્મસભામાં પરિવર્તીત થઈ હતી. ઉપરોકત તસવીરોમાં પૂ.ગુરૂભગવંતો સાથે જૈન અગ્રણીઓ, પ્રભુજીની મનમોહક પ્રતિમા પૂ.ગુરૂભગવંતોના આર્શીવાદ મેળવતા શ્રાવક- શ્રાવકાઓ, ઉપસ્થિત જૈન સમુદાય, વિશાળ ધર્મયાત્રા તથા ધર્મ ધ્વજ સાથે જૈન આગેવાનો દર્શાય છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા.૧૭: જૈનોના ૨૪મા તીર્થકર ભગવાન મહાવિર સ્વામીના જન્મકલ્યાણક પ્રસંગે જૈન સમાજ ભકિતમાં લીન બન્યો છે. રાજકોટમાં જૈનમ આયોજીત ધર્મયાત્રામાં શ્રાવક-શ્રાવિકાઓ ઉમટી પડયા હતા. ''ત્રિશલાનંદન વિર કી, જય બોલો મહાવિર કી'' ના જયોઘોષ ગુંજી ઉઠયા હતા.

ધર્મયાત્રાની શરૂઆત મણીઆર દેરાસરથી શરૂ થઇ હતી. ત્યાંથી આકાશવાણી રોડ, શ્રીમદ્દ રાજચંદ્ર મંદિર, અકિલા ચોક, યાજ્ઞિક રોડ સરદાર નગર મેઇન રોડ, મહાવિર સ્વામી ચોક થઇ હેમુ ગઢવી હોલ ખાતે ધર્મસભામાં પરિવર્તિત થઇ હતી. જયાં ચારેય ફિરકાઓના પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોએ આશીર્વચન ફરમાવેલ. મુખ્ય વકતાશ્રી પંડિત સુનિલ કુમાર શાસ્ત્રી  દ્વારા મનનીય પ્રવચન યોજાયું હતું.

ધર્મયાત્રામાં વિવિધ વિષયો ઉપર આકર્ષક ફલોટ્સ તૈયાર કરવામાં આવેલ. જેમાં ભગવાન મહાવિરનું જીવન, દેશભકિત, જૈન સમાજના સામાજીક કાર્યો, જીવદયા સહિતની કૃતિઓ સામેલ થઇ હતી. આ ઉપરાંત રૂટ ઉપરના રાજમાર્ગો ઉપર વૈવિધ્ય સભર રંગોળીઓ રચવામાં આવી હતી.

સમગ્ર રૂટ ઉપર અઢારે આલમ દ્વારા ધર્મયાત્રાનંુ ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવેલ હતું. સમગ્ર આયોજન માટે ટીમ જૈનમ દ્વારા છેલ્લા એક મહિનાથી તૈયારીઓ કરવામાં આવી રહી હતી.

જૈનમ્ દ્વારા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિને તા.૧૭-૪-૨૦૧૯ને બુધવારનાં રોજ ભવ્યાતિત વીર પ્રભુની ધર્મયાત્રા શ્નત્રિશલાનંદન વીરકી, જય બોલો મહાવીર કીલૃના ગગન ભેદી નાદ સાથે યોજવામાં આવેલ, આજે સવારે ૮.૦૦ કલાકે મણીઆર દેરાસર (ચૌધરી હાઈસ્કુલ), શારદા બાગ, આકાશવાણી રોડ,અકિલા ચોક (જીલ્લા પંચાયત)  ડો.યાજ્ઞિક રોડ, સરદારનગર મેઈન રોડ, મહાવીર સ્વામી ચોક, હેમુ ગઢવી હોલ ખાતે સવારે ૧૦.૦૦ કલાકે પહોંચી ધર્મયાત્રા મહાવીરનગરી ખાતે વિશાળ ધર્મસભામાં પરિવર્તીત થયેલ હતી.

આ ધર્મયાત્રાનું  શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર ખાતે શ્રીમદ્ રાજચંદ્ર પરિવાર, દાઉદી વોરા સમાજ, ફ્રિડમ યુવા ગ્રુપ, પંચનાથ સાર્વજનીક ટ્રસ્ટ તેમજ ગેલેકસી સિનેમા ખાતે શિવસેના, શીખ સમાજ, બજરંગ દળ, સાંજ સમાચાર વિશ્ર હીન્દુ પરિષદ, રાજકોટ મહાજનશ્રી પાંજરાપોળ, શ્રીજી ગૌશાળા, એનીમલ હેલ્પલાઈન, જીલ્લા પંચાયત ચોક ખાતે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, ગ્રેટર ચેમ્બર, સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર, રાજકોટ એન્જિીનયરીંગ એસોસીએશન, સૌરાષ્ટ્ર-કચ્છ સ્ટોક એક્ષચેંઝ, યાજ્ઞિક રોડ કધયા છાત્રાલય ખાતે રાજકોટ મુસ્લીમ સમાજ, રાજકોટ રોટરી કલબ, જાગનાથ મંદિર ચોક ખાતે સરગમ કલબ, રદ્યુવંશી સમાજ, બોલબાલા ચેરી.ટ્રસ્ટ, બ્રહ્માકુમારી કેન્દ્ર અને મહાવીર સ્વામી ચોક ખાતે રાજકોટ શહેર ભાજપ, રાજકોટ બીલ્ડર એસોસીએશન, ખોડલધામ ટ્રસ્ટ, યુવિ કલબ, વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન, પુરૂષાર્થ યુવક મંડળ, બ્રહ્મસમાજ અને જૈન સોશ્યલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશન - સૌરાષ્ટ્ર રીજીયન દ્વારા ધર્મયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું.

ધર્મયાત્રામાં પૂજનીય સાધુ ભગવંતોની પાવન નિશ્રામાં ૨૪ આકર્ષક ફલોટ્સ સાથે બહોળી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ ઉત્સાહભેર જોડાયેલ હતા. આ ધર્મયાત્રામાં પ્રભુવીરના જીવનદર્શનને લગતા ફલોટસ, જૈન સમાજ દ્વારા થતી ધાર્મિક-સામાજિક પ્રવૃતિઓના ફલોટસ, જીવદયાના ફલોટસ સામેલ થયેલ હતા. ઉપરાંત ધર્મયાત્રાનાં રૂટ ઉપર આકર્ષક અને મનમોહક રંગોળી, ભગવાનનો રથ, ધર્મધજા, સુશોભીત કરેલ કાર-બાઈક સવારો, કળશધારી બાળાઓ, બેડાધારી બહેનો, બાળકોની વેશભુષા, રાસની રમઝટ બોલાવતી રાસ મંડળી, સુરાવલી રેલાવતા બેન્ડ પાર્ટી સાથે ભવ્ય ધર્મયાત્રા નિકળી હતી. આ ઉપરાંત જીલ્લા પંચાયત (અકિલા)ચોક ખાતે ૧૦૦ થી વધુ બાળકો દ્વારા વેશભુષામાં સજજ હતા. આમાં જોડાનાર તમામ બાળકોને ઈનામો આપી પ્રોત્સાહીત કરવામાં આવેલ.

આ વેશભુષા સ્પર્ધામાં ૧૦ વર્ષની નાની ગર્લ્સમાં હીર ગાંધી, કેશ્વી દેસાઈ, દ્વિતિ મહેતા,  ૧૦ વર્ષની મોટી ગર્લ્સમાં પાયલ વોરા, પ્રિયા કોઠારી, દર્શી શાહ તેમજ ૧૦ વર્ષથી નાના બોયઝમાં કાવ્ય બાવીસી, નીશીત મહેતા, અદિત ભાનુશાળી ઉપરાંત ૧૦ વર્ષ થી મોટા બોયઝમાં શીવમ શાહ, તક્ષીલ ગાંધી, મોક્ષ દોશીને ઈનામો આપી નવાજવામાં આવેલ હતા. આ ઉ૫રાંત ભાગ લેનાર દરેક બાળકને ગીફટ આપી પ્રોત્સાહીત કરવામાં આવેલ હતા.

હેમુ ગઢવી હોલ ખાતેની ધર્મસભાની શરૂઆત નવકાર મંત્ર કરવામાં આવેલ, સ્વાગત પ્રવચન સુજીતભાઈ ઉદાણી દ્વારા કરવામાં આવેલ અને અંતમાં આભારવિધી નિલેશભાઈ કામદાર દ્વારા કરવામાં આવેલ અને સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન અમીષભાઇ દેશાઈ દ્વારા કરવામાં આવેલ હતું.

ફલોટસ બનાવનાર તમામને રૂ.૯૦૦૦ ની સબસીડી આપવામાં આવશે. ઉપરાંત ફલોટસમાં શ્રેષ્ઠ પાંચ ફલોટસને ઇનામો આપવામાં આવેલ જેમાં પ્રથમ નંબર ઉપર શ્રી કાલાવડ રોડ મુર્તીપૂજક સંધને રૂ. ૫૦૦૦, બીજા નંબર શ્રી સિમંદ્યર જૈન યુવક મંડળ - પંચવટીને રૂ. ૪૦૦૦,  ત્રિજા નંબરને શ્રી મણીઆર જીનાલય ને રૂ. ૩૦૦૦, ચોથા નંબરને શ્રમજીવી દેરાસર - ઉ૫ાસના જૈન યુવક મંડળને રૂ. ૨૦૦૦,  પાંચમા નંબરને શ્રી મુકત લીલમ મહીલા મંડળ- ગાયત્રી નગર ને રૂ. ૧૦૦૦નો રોકડ પૂરસ્કાર આપવામાં આવશે. ધર્મયાત્રાની શરૂઆતમાં લકકી ડ્રોની ટીકીટો આપવામાં આવેલ હતી. જેનો ડ્રો ધર્મસભામાં કરવામાં આવેલ જેમાં રૂ.૧૦૦૦ નાં કુલ ૫ ઈનામો આપવામાં આવેલ હતા.

ધર્મયાત્રામાં પૂજનીય સાધુ ભગવંતોની પાવન નિશ્રામાં ધર્મયાત્રાનાં રૂટ ઉપર જૈન-જૈનેતરો માટે પ્રસાદ વિતરણ થાય તેવા શુભ આશયથી અનુકંપા રથ પણ સામેલ કરવામાં આવેલ હતો. ધર્મયાત્રામાં બહોળી સંખ્યામાં કાર અને બાઈક સવારો પણ જોડાઈને એકતા દર્શાવેલ હતી. ધર્મયાત્રામાં જોડાનાર કાર અને ટુ-વ્હીલરનાં સુશોભન માટે પણ ઈનામ આપવામાં આવેલ હતા.

આચાર્ય પૂ.યશોવિજયજી મહારાજ સાહેબ આદી સંતો સહીત હજારોની સંખ્યામાં મહાવીર પ્રેમીઓ શોભા યાત્રામાં જોડાયેલ, હેમુ ગઢવી હોલમાં ધર્મયાત્રા ધર્મસભામાં પરિવર્તિત થયેલ આ તકે પધારેલ આચાર્ય પૂ.યશોવિજયજી મ.સા. પોતાના મનનીય વકતવ્યમાં ભગવાન મહાવીરનાં અહિંસા, અપરીગ્રહ અને અનેકાંતવાદ વિશે સરળશૈલીમાં સદબોધ આપેલ, તેઓશ્રીએ કહયું કે જીવો અને જીવવા દયો થી આગળ વધીને મરીને પણ અન્ય જીવોને જીવાડે તેને સાચો જૈન કહેવાય. પૂ.આચાર્ય ભગવંતે મેદ્યરથ રાજા કે જેઓ શાંતીનાથ ભગવાનનાં આત્માનું દ્રષ્ટાંત આપતા કહેલ કે એક પારેવાની જીવદયા માટે પોતાના પ્રાણોની આહુતી આપવા તેઓ ત્રાજવે તોળાય ગયા. ધર્મસભામાં ઉપસ્થિત સૌ ભાવિકાને પંડીત સુનીલભાઈ શાસ્ત્રીએ મહાવીર જીવનમાં વણાયેલ અનેક પ્રસંગોનું રોચક શૈલીમાં ઉધ્બોધન કરેલ.

આ મહોત્સવને સફળ બનાવવામાં સર્વશ્રી જીતુભાઇ બેનાણી, ચંદ્રકાંતભાઈ શેઠ, ઋષભભાઇ શેઠ, વિરેન્દ્રભાઇ ખારા, હરેશભાઈ વોરા, નિલેશભાઇ દેસાઈ, કૌશીકભાઇ કોઠારી, દિલીપભાઈ ઉદાણી, હસમુખભાઈ વસા, જીતુભાઈ દેસાઇ - માંડવી ચોક દેરાસર, પ્રવિણભાઈ સંદ્યવી- સજાવટ, બીપીનભાઇ ગાંધી, વી.ટી. તુરખીયા, તુષારભાઇ ધ્રુવ, પારસભાઈ ખારા, અશ્રીનભાઇ શાહ, અનીલભાઇ જસાણી, અમીતભાઇ દોશી, જીનેશભાઇ મહેતા, પ્રદિપભાઈ વોરા, દર્શનભાઈ શાહ, ભુપેન્દ્રભાઈ જુઠાણી, કીશોરભાઈ દોશી, સુકેતુભાઇ ભોડીયા - જેએસજી મીડટાઉન, જયેશભાઇ વસા - જેએસજી યુવા, વૈભવભાઇ સંદ્યવી - જેએસજી રોયલ, દિનેશભાઇ પારેખ - જાગનાથ સંદ્ય, ડો.પારસભાઇ ડી. શાહ,જયેશભાઇ શાહ - સોનમ કલોક, રાજુભાઈ શાહ - કેસ્ટ્રોલ, નિતીનભાઈ કામદાર - જુલીયાના, રશ્મીનભાઇ મોદી - મોદી સ્કુલ, મુકેશભાઇ દોશી - મોડર્ન ગ્રુપ, જયેશભાઇ આર. શાહ - આર.પી.,જીતુભાઇ મારવાડી, મિલનભાઇ ડી. દોશી, સુનીલભાઇ શાહ, ભાવિકભાઇ શાહ - રોયલનો સુંદર સહયોગ સાંપડયો હતો.

ભગવાનશ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ નિમિતે જૈન શ્રેષ્ઠીઓ દ્વારા સૌરાષ્ટ્રની વિવિધ પાંજરાપોળમાં જેમાં રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ, બોટાદ મહાજનશ્રીની પાંજરાપોળ, પીપરડી ગૌશાળા, મારૂતિધામ ગૌશાળા, બિલખા ગૌ રક્ષણ સંસ્થા, કેરીયા નંબર ૧ ગૌશાળા, આનંદપુર મહાજન પાંજરાપોળને આર્થિક અનુદાન આપવામાં આવેલ હતું.

આ ભવ્યાતિ ભવ્ય આયોજનમાં રાજકોટનાં શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંદ્ય, શ્રી રાજકોટ જૈન તપગચ્છ સંદ્ય(માંડવી ચોક દેરાસર), શ્રી રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંદ્ય, શ્રી શાલીભદ્ર સરદારનગર જૈન સંદ્ય, શ્રી સદર સ્થાનકવાસી જૈન સંદ્ય, શ્રી આનંદનગર સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, શ્રી રામકૃષ્ણનગર સ્થાનકવાસી જૈન સંદ્ય, શ્રી ભકિતનગર સ્થાનકવાસી જૈન સંદ્ય, શ્રી ગીતગુર્જરી સ્થાનકવાસી જૈન ઉ૫ાશ્રય,  શ્રી ગોંડલ રોડ વેસ્ટ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, શ્રી નેમીનાથ વિતરાગ સ્થાનકવાસી જૈન સંદ્ય, શ્રી ઈન્દ્રપ્રસ્થ સ્થાનકવાસી જૈન સંદ્ય, શ્રી નાલંદા જૈન સંદ્ય, શ્રી મનહરપ્લોટ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, શ્રી સંદ્યાણી સ્થાનકવાસી જૈન સંદ્ય, શ્રી નવકાર જૈન મંડળ, શ્રી ઋષભદેવ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, શ્રી અજરામર સ્થાનકવાસી જૈન સંદ્ય, શ્રી શેઠ સ્થાનકવાસી જૈન સંદ્ય, શ્રી પ્રહલાદ પ્લોટ સ્થાનકવાસી જૈન સંદ્ય, શ્રી મહાવીરનગર સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, શ્રી ઉગ્વસગ્ગહરં સાધના સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, શ્રી જંકશનપ્લોટ સ્થાનકવાસી જૈન  સંદ્ય, શ્રી જૈન ચાલ સ્થાનકવાસી જૈન સંદ્ય, શ્રી શ્રમજીવી સ્થાનકવાસી જૈન ઉ૫ાશ્રય, શ્રી રેસકોર્ષ પાર્ક સ્થાનકવાસી જૈન  સંદ્ય, શ્રી વૈશાલીનગર સ્થાનકવાસી જૈન સંદ્ય, શ્રી રાજગીરી ઉપાશ્રય(પંચાયતનગર), શ્રી પંચવટી શ્રેતાંબર મુર્તિપૂજક જૈન તપગચ્છ સંદ્ય, શ્રી જાગનાથ શ્રેતાંબર મુર્તિપૂજક જૈન સંદ્ય, શ્રી જાગનાથ જિનાલય, શ્રી કાલાવડ રોડ શ્રેતાંબર મુર્તિપૂજક જૈન તપગચ્છ સંદ્ય (પારસધામ), શ્રી શાંતિનાથ શ્રેતાંબર મુર્તિપૂજક જૈન તપગચ્છ સંદ્ય, શ્રી મણીયાર જૈન દેરાસર શ્રાવક-શ્રાવિકા, શ્રી સિઘ્ધચક્ર શ્રેતાંબર મુર્તિપૂજક જૈન તપગચ્છ સંદ્ય (કાચ જિનાલય), શ્રી રૈયા રોડ શ્રેતાંબર મુર્તિપૂજક જૈન તપગચ્છ સંદ્ય, શ્રી વર્ધમાનનગર જૈન સંદ્ય, શ્રી પ્રહલાદ પ્લોટ શ્રેતાંબર મુર્તિપૂજક જૈન તપગચ્છ સંદ્ય, શ્રી આનંદનગર શ્રેતાંબર મુર્તિપૂજક જૈન તપગચ્છ સંદ્ય, શ્રી યુનિવર્સિટી રોડ શ્રેતાંબર મુર્તિપૂજક જૈન તપગચ્છ સંદ્ય,  શ્રી ગાંધીગ્રામ શ્રેતાંબર મુર્તિપૂજક જૈન સંદ્ય, શ્રી વિમલનાથ દેરાસર, શ્રી સાધુવાસવાણી રોડ જૈન તપગચ્છ સંદ્ય, શ્રી કૃષ્ણનગર જૈન તપગચ્છ સંદ્ય, શ્રી રણછોડનગર જૈન તપગચ્છ સંદ્ય, શ્રી નંદનવન દેરાસર-યુનિ.રોડ, શ્રી દિગંબર જૈન સ્વાઘ્યાય મંદિર ટ્રસ્ટ, શ્રી પંચનાથ પ્લોટ અને તીરૂપતિનગર (કાનજી સ્વામી સંપ્રદાય), શ્રી રાજચંદ્ર મુમુક્ષુ મંડળનાં પદાધિકારીઓએ શ્રાવક-શ્રાવિકાઓને ઉત્સાહ ભેર જોડાયેલ હતા.

સમગ્ર આયોજનમાં રાજકોટના તમામ જૈન સોશ્યલ ગુ્રપ્સ જેમ કે મેઇન, વેસ્ટ, મીડટાઉન, ડાઉન ટાઉન, રોયલ, એલીટ, યુવા, સેન્ટ્રલ, સીલ્વર,  જૈન જાગૃતિ સેન્ટર-મેઇન, જૈન યુવા ગ્રુપ, જૈન યુવા ગ્રુપ જુનિયર, અર્હમ સેવા યુવા ગ્રુપ, દિગંબર સોશ્યલ ગ્રુપનાં હોદેદારો તથા સભ્યશ્રીઓ બહોળી સંખ્યામાં જોડાયેલ હતા.

(3:40 pm IST)