Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ સંતોના આશીર્વાદથી કનુભાઈ વોરા પરિવાર યોજીત મહોત્સવ સંપન્ન

એકાગ્રતાથી સેવા ભકિત કરીએ તો પદાર્થમાં પણ પરમેશ્વર પામીએઃ નિર્લેપસ્વરૂપ સ્વામી

શુદ્ધ લક્ષ્મી (સંપત્તિ) પવિત્ર કાર્યો કરવા પ્રેરેઃ વિવેકસાગર સ્વામી

રાજકોટ, તા. ૧૭ :. પટેલ વિહાર ગાર્ડન રેસ્ટોરન્ટવાળા કનુભાઈ જીણાભાઈ વોરા અને શ્રીમતી ભારતીબેન વોરા પરિવાર દ્વારા સીતારામ પ્રિન્ટ પેડક રોડ ખાતે તા. ૧૧ થી ૧૭ સુધી અક્ષર નિવાસી રમણિકભાઈ જીણાભાઈ વોરાની સ્મૃતિમાં સ્મૃતિ વંદના મહોત્સવ યોજાયેલ. જેના વ્યાસાસનેથી બોરસદવાળા શાસ્ત્રી શ્રી નિર્લેપસ્વરૂપદાસજી સ્વામીએ જ્ઞાનગંગા વહેવડાવેલ. ગઈકાલે તેમણે એકાદશીનું મહત્વ વર્ણવી જણાવેલ કે કોઈપણ કાર્યમાં એકાગ્રતા મહત્વની છે. એકાગ્રતાથી જ સેવા અને ભકિત કરવામાં આવે તો પદાર્થમાં પણ પરમેશ્વર જોઈ શકાય છે.

જૂની સાંકળી (જેતપુર)વાળા શ્રી વિવેકસાગર સ્વામીએ વોરા પરિવારના ભકિતભાવને બિરદાવી જણાવેલ કે, જેની પાસે શુદ્ધ લક્ષ્મી આવે તેને પવિત્ર કાર્ય કરવાનો વિચાર આવે છે. મહોત્સવને વિસાવદર ગુરૂકુળના ભગવતજીવનદાસજી સ્વામી, જામજોધપુરવાળા ભગવતચરણદાસજી સ્વામી સહિતના સંતોના આશિર્વાદ મળેલ. મહોત્સવનું અધ્યક્ષ સ્થાન રાજકોટ સ્વામિનારાયણ મુખ્ય મંદિરના શ્રી રાધારમણદાસજી સ્વામીએ સંભાળેલ. પ્રેરણા દાતા તરીકે વિસાવદરના આનંદસ્વરૂપદાસજી સ્વામી હતા. સભા સંચાલન મેંદરડાના ભકિતપ્રકાશદાસજી સ્વામી અને ભોજપરાના શ્યામસુંદરજી સ્વામીએ સંભાળ્યુ હતું. ઉત્સવમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ હાજરી આપતા વોરા પરિવાર વતી કનુભાઈ, રસિકભાઈ, ઘનશ્યામભાઈ, અમિતભાઈ, સુનીલભાઈ, મયુરભાઈ, અલ્પેશભાઈ, પિયુષભાઈ, રક્ષિતભાઈ, જયભાઈ વગેરેએ અંતરના ઉમળકાથી આવકાર્યા હતા. ઉપરોકત તસ્વીરમાં સંતો વોરા પરિવારનું સન્માન કરી આશિર્વાદ આપી રહ્યા છે. બીજી તસ્વીરમાં ભાજપના મહિલા અગ્રણી શ્રીમતિ અંજલીબેન વિજયભાઈ રૂપાણીને વોરા પરિવાર વતી શ્રીમતિ ભારતીબેન આવકારી સન્માનિત કરી રહ્યા છે

(10:25 am IST)