Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

પાસ કન્વીનરોને લાલચ આપીને ભાજપમાં જોડવા પ્રયાસ થયાના આક્ષેપ સામે ભાજપનો પલટવાર

ભાજપે હાર્દિક પટેલ પર કર્યા પ્રહાર :કહ્યું સામાન્ય વાહન નહોતા ખરીદી શકતા લોકો આજે હેલીકૉપટરમાં ફરે છે

 

રાજકોટઃ રાજકોટમાં પાસ કન્વીનર હેમાંગ પટેલ દ્વારા ભાજપ પર ગંભીર આક્ષેપો કરાયા હતા  જેમાં રાજકોટ લોકસભા બેઠક જીતવા માટે ભાજપ દ્વારા ગ્રામ્ય વિસ્તારના પાસ કન્વીનરોને રૂપિયા, મોબાઈલ સહિતની વસ્તુઓની લાલચ આપી ભાજપમાં જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રાજકોટમાં પાસ દ્વારા ભાજપ પર કરાયેલ આક્ષેપ મુદ્દે ભાજપના સૌરાષ્ટ્ર કચ્છના પ્રવક્તા રાજુ ધ્રુવે હાર્દિક પટેલ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, જે લોકો પહેલા સામન્ય વાહન પણ ખરીદી શકતા નહોતા તે આજે હેલિકોપ્ટરમાં ફરે છે.

 રાજકોટમાં પાસ કન્વીનર હેમાંગ પટેલ દ્વારા રાજકોટ લોકસભા બેઠક જીતવા માટે ભાજપ ગામડે ગામડે રહેતા પાસના આગેવાનો અને કાર્યકર્તાઓને રૂપિયા અને મોબાઇલ સહિતની વસ્તુઓ આપીને ભાજપમાં ભેળવી રહ્યાનો આક્ષેપ કર્યો છે. મામલે ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવે અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કોંગ્રેસે પાસ નેતા હાર્દિક પટેલને હેલિકોપ્ટર આપ્યું છે. જે લોકો સામાન્ય વાહનમાં બેસવામાં વિચારતા હતા તે લોકો આજે હેલિકોપ્ટરમાં ફરી રહ્યા છે. સાથે રાજુધ્રુવે કોંગ્રેસ અને પાસ પર આકરા પ્રહારો કર્યા હતા

(12:32 am IST)