News of Monday, 16th April 2018

ફ્રેન્ડસ કલબ દ્વારા શનિવારે હાસ્ય દરબાર

ગુલાબદાન બારોટ અને ચંદ્રેશ ગઢવી હાસ્યરસ રેલાવી રંગત જમાવશે

રાજકોટ તા. ૧૬ : ફ્રેન્ડસ કલબ ટીમ દ્વારા આગામી તા. ૨૧ ના શનિવારે સરગમ કલબ સંચાલિત મીની હેમુ ગઢવી હોલ ખાતે ગુલાબદાન બારોટ અને ચંદ્રેશ ગઢવીના હાસ્ય દરબારનું આયોજન કરાયુ છે.

 આ અંગે વિગતો વર્ણવતા આયોજકોએ જણાવેલ કે અમારી સંસ્થા દ્વારા સમાજ ઉપયોગી કાર્યો જેમ કે સન્માન સમારોહ, દિવ્યાંગ બાળકોનો કાર્યક્રમ તેમજ નવરાત્રી જેવા આયોજનો થતા રહે છે. તેના ભાગ રૂપે શનિવારે રાત્રે હાસ્ય દરબાર ગોઠવવામાં આવ્યો છે. જેમાં ગુલાબદાન બારોટ અને ચંદ્રેશ ગઢવી હાસ્યથી મનોરંજનની દુનિયાને ડોલાવશે.

કાર્યક્રમનું ઉદ્દઘાટન મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાયના હસ્તે કરાશે. અ તકે હીંગળાજ શકિતપીઠ ટ્રસ્ટ ચોટીલાના શ્રી રજનીશગીરી ગોસ્વામી, ભુજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર વિપુલભાઇ મહેતા  સાથે જોડાશે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ફ્રેન્ડસ  કલબના ચેરમેન શ્રીમતી લીનાબેન વખારીયા, પેટર્ન ડો. મનીશ ગોસાઇ, વાઇસ ચેરમેન જયેશભાઇ કતીરા, પ્રમુખ વજુભાઇ ગઢવી, મંત્રી વિપુલભાઇ રાઠોડ, ઉપપ્રમુખ સંદીપભાઇ પારેખ, સમીરભાઇ પટેલ, મહામંત્રી ભરતભાઇ પિત્રોડા, સહમંત્રી નિલેશભાઇ પંડયા, જીતેશભાઇ પંડયા, સમીરભાઇ જાવિયા, વિપુલભાઇ હીરાની, મહીલા પ્રમુખ શોભનાબેન વિઠ્ઠલાણી, ઉપપ્રમુખ રેખાબેન ચૌહાણ, મહામંત્રી ખુશાલીબેન ત્રિવેદી, મંત્રી પ્રજ્ઞાબેન દેસાણી, કમીટી મેમ્બર હીનાબેન ધકાણ, નીતાબેન ઉપાધ્યાય, વિલાશબેન મકવાણા, ડો. એચ. ડી. પટેલ, કમલેશભાઇ ત્રિવેદી, કનુભાઇ રાઘવાણી, સંદીપભાઇ વાડોદરીયા, નીશીતભાઇ ભટ્ટ, કૈલાશભાઇ નકુમ, રવિભાઇ પરસાણા, રસિકભાઇ હીરાની, સુરેશભાઇ પટેલ, નીતિનભાઇ રતનધારા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં કાર્યક્રમ આયોજક ફ્રેન્ડસ કલબના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૫)

(4:26 pm IST)
  • પ્રમોશન -બઢતીમાં દલિત/એસટી ક્વોટમાં માટે સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે તેમ એક કેન્દ્રીય પ્રધાને કહ્યું છે access_time 10:50 pm IST

  • અફઘાનીઓએ પાંચ પાક જવાનોને ફૂંકી માર્યા : અફઘાન સરહદે ઝપાઝપી : દુબાયેલી લોકોએ પાંચ સૈનિકોને મારીને એકનું અપહરણ કર્યુ : અફઘાન સરહદમાં ઘુસવું પાક.ને ભારે પડ્યું: બીબીસીનો અહેવાલ access_time 11:22 am IST

  • પશ્ચિમ બંગાળમાં જોરદાર આંધી :8ના મોત :કેટલાય ઘાયલ :બે અલગ અલગ જગ્યાએ દુર્ઘટના : મૃતકોમાં ચાર લોકો કોલકાતાના અને ચાર લોકો હાવડાના રહેવાશી access_time 1:35 am IST