Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

કોંગી પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા રાજકોટમાં : કાર્યકરોને સંબોધન

રાજકોટ : કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા આજે રાજકોટમાં છે તેઓએ નાગર બોર્ડીંગ ખાતે કાર્યકરોને સંબોધન કરેલ. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા, પરેશ ધાનાણી, લલીતભાઈ કગથરા, ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂ, વશરામભાઈ સાગઠીયા, ડો. હેમાંગભાઈ વસાવડા, નિદત બારોટ, મનસુખભાઈ કાલરીયા સહિતના કોંગી નેતાઓ, કાર્યકરો હાજર રહ્યા હતા. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૧૯)

(4:03 pm IST)
  • CNG ગેસના ભાવમાં વધારોપ્રતિ કિલો .2.15નો થયો વધારો :ઘરેલુ PNGના ભાવમાં રૂ.1.10નો વધારો: 18 એપ્રિલમધરાતથી થશે નવો ભાવ લાગુ: GSPCએ જાહેર કર્યો નિર્ણય: અદાણી ગેસ આવતીકાલે લેશે નિર્ણય access_time 1:29 am IST

  • અમદાવાદના આંબાવાડી વિસ્તારના આંબેડકર નગરમાં મોડી રાત્રે યુવતીની છેડતી બાબતે જૂથ અથડામણને પગલે ભયનો માહોલ છવાઈ ગયો હતો. સામસામે આવી ગયેલા બે જૂથોએ વાહનોને આગ પણ ચાંપી દીધી હતી. ટોળાએ ફાયરબ્રિગેડ અને પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. જેમાં ફાયરબ્રિગેડનો એક કર્મચારી ઘાયલ થયો હતો. ટોળાને વિખેરવા માટે પોલીસને ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા. access_time 4:00 am IST

  • લાલગેટ વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી છે. પતિએ પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. હત્યા કરીને પત્નીના ટુકડા ઉધના વિસ્તારમાં આવેલી ખાડીમાં નાખી દેતા સમગ્ર મામલો સામે આવ્યો છે. પોલીસનો દાવો છે કે રવિવારે હત્યા કરીને લાશ સગેવગે કરવા અલગ અલગ જગ્યાએ શરીરના ટુકડા નાખ્યા હતા. યુવતીનું માથું ઘરમાંથી મળી આવ્યું હતું. આ મામલે સામે આવ્યું છે કે પતિએ છરા વડે પત્નીના શરીરના ટુકડા કર્યા અને ત્યારબાદ તેના મૃતદેહના ટુકડાને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી દીધા. ત્યારબાદ ઘરની સાફ-સફાઈ કરી હતી. પત્નીના હાથ અને પગના ટુકડાની થેલી ખાડીમાં નાંખવા જતો હતો ત્યારે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે તેને રંગેહાથ ઝડપ્યો. access_time 4:01 am IST