Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

જેતપુરમાં રિક્ષાચાલક સાજીદ શેખ પૂર્વ પ્રેમિકાના પતિ, પુત્ર અને જમાઇએ હીચકારો હુમલો કર્યો

રાજકોટ ખસેડાયોઃ સાજીદ કહે છે-સાત વર્ષ હું વર્ષા કોળીની સાથે રહ્યોઃ ચારેક મહિનાથી અલગ પડી ગયાઃ ફાકી ખાવા નીકળ્યો ને ધોકા-પાઇપના ઘા થયા

રાજકોટ તા. ૧૬: જેતપુરમાં સામા કાંઠે પ્રભા ડાઇંગ પાસે રહેતાં રિક્ષાચાલક સાજીદ હાજીભાઇ શેખ (ઉ.૨૪) નામના મુસ્લિમ યુવાનને તે સાંજે આઠેક વાગ્યે પોતાના ઘર નજીક ફાકી ખાવા જવા નીકળ્યો ત્યારે તેની પ્રેમિકા વર્ષા કોળીના પતિ વેલજી રૂખડભાઇ, પુત્ર અજય અને જમાઇ જગદીશે તું અહિ શું કામ આવ્યો? તેમ કહી ધોકા-પાઇપથી બેફામ માર મારતાં જેતપુર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ અને રવિભાઇ ગઢવીએ જેતપુર પોલીસને જાણ કરી હતી. સાજીદના કહેવા મુજબ પોતે બે ભાઇ અને બે બહેનમાં મોટો અને કુંવારો છે. પોતે રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે.    પોતાને સાતેક વર્ષથી કોળી પરિણીતા વર્ષા સાથે પ્રેમસંબંધ છે. આથી પોતે સાતેક વર્ષ સુધી તેની સાથે જ રહેતો હતો. આ વાતથી તેના પતિ સહિતના વાકેફ હતાં. ચારેક મહિના પહેલા બંને વચ્ચે મનદુઃખ સર્જાતા પોતે તેણીને છોડીને માતા સાથે રહેવા જતો રહ્યો હતો. ગઇકાલે પોતે ફાકી ખાવા નીકળ્યો ત્યારે તેણીના પતિ સહિતનાએ આ બાજુ કેમ આવ્યો? કહી હુમલો કર્યો હતો. જેતપુર પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી. (૧૪.૬)  

(11:52 am IST)