Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

પુજા હોબી સેન્‍ટર દ્વારા શ્રેષ્‍ઠ પુત્રવધુ અને શ્રેષ્‍ઠ શિક્ષકોનું સન્‍માન

 ભારતીય સંસ્‍કૃતિની પરંપરાને પ્રોત્‍સાહન મળે તેવા હેતુથી પુજા હોબી સેન્‍ટર દ્વારા અનોખી પહેલરૂપે સાસુ સસરાની સેવા કરનાર ૭ શ્રેષ્‍ઠ પુત્રવધુ અને ૩ શ્રેષ્‍ઠ શિક્ષકોનો સન્‍માન સમારોહ હેમુ ગઢવી હોલ ખાતે યોજવામાં આવ્‍યો હતો. જેમાં ૭ પુત્રવધુઓમાં જલ્‍પા છાંયા, ચંદ્રીકાબેન જાની, શ્વેતા જાની, ડીમ્‍પલ જીવરાજાની, ચેતના જીવરાજાની, ધર્મિષ્‍ઠા સોરઠીયા, અર્ચના જાનીને ‘લક્ષ્મી' એવોર્ડ એનાયત કરાયો હતો. જયારે શ્રેષ્‍ઠ શિક્ષકોમાં મીના મોરજરીયા, ભાવના ગેરીયા, સોનલ રાઠોડને સન્‍માનીત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પુજા હોબી સેન્‍ટરના કમીટી મેમ્‍બરો જવાહરભાઇ ચાવડા, મૌલેશભાઇ પટેલ, સુરેશભાઇ ત્રિવેદી, ડો. પુજા રાઠોડ અને સંચાલિકા શ્રીમતી પુષ્‍પાબેન રાઠોડે જહેમત ઉઠાવી હતી.

(4:18 pm IST)