Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

નવા થોરાળામાં ગેસ લિકેજથી આગઃ રસોડામાં નુકસાનઃ ગૃહિણી દાઝી ગયા

રાજકોટઃ નવા થોરાળા મેઇન રોડ પર સાગર પાન પાસે રહેતાં ભાવનાબેન રમેશભાઇ ચોૈહાણ  (ઉ.વ.૪૨) ગેસ લિકેજને કારણે આગ લાગતાં દાઝી ગયા હતાં. બનાવને કારણે રસોડાની ચીજવસ્‍તુઓ બળી જતાં નુકસાન  થયું હતું. સવારે નાસ્‍તો બનાવ્‍યા બાદ ભુલથી ગેસ ચાલુ રહી ગયો હતો. એ દરમિયાન ગેસ લિકેજ થતો રહ્યો હતો. બાદમાં ફરીથી ગેસ ચાલુ કરવા જતા ભડકો થયો હતો. તસ્‍વીરમાં આગમાં દાઝેલા મહિલા અને બળી ગયેલી ઘરવખરી જોઇ શકાય છે.

(4:01 pm IST)