Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

ચેક રીટર્ન કેસમાં આરોપીને કોર્ટમાં હાજર થવા આદેશ

રાજકોટ,તા.૧૭: સાવરકુંડલાના રેન્‍ક ફેશનના પ્રોપરાઈટર વિશાલ છેલશંકર ઠકકર વિરૂધ્‍ધ રૂા.૭૬,૯૭૨નો ચેક રીટર્ન થતા રાજકોટની કોર્ટમાં ફરિયાદ દાખલ કરતા કોર્ટ દ્વારા ફરિયાદ રજીસ્‍ટરે લઈ આરોપી વિશાલ છેલશંકર ઠકકરને કોર્ટ રૂબરૂ હાજર રહેવા કોર્ટ દ્વારા હુકમ ફરમાવાયો છે.

આ ફરિયાદની ટૂંકમાં વિગત એવી છે કે, સાવરકુંડલામાં રેન્‍ક ફેશન, પ્રમુખ દર્શન કોમ્‍પ્‍લેક્ષ, મેઈન બજાર, સાવરકુંડલા, અમરેલી પર આવેલ દુકાના પ્રોપરાઈટરએ ફરિયાદી પેઢી ક્રિષા એન્‍ટરપ્રાઈઝમાંથી ગાર્મેન્‍ટ્‍સની ખરીદી કરેલ. જે ખરીદી પેટેના આંશિક ચુકવણી સામે આરોપી વિશાલ છેલશંકર ઠકકરએ ફરિયાદી પેઢી ક્રિષા એન્‍ટરપ્રાઈઝના નામના રૂા.૩૮,૪૮૬ તથા રૂા.૩૮,૪૮૬ના બે ચેકો આપેલ હતા. જે ચેકો ફરિયાદી પેઢીએ પોતાની બેંકમાં વટાવવા નાખેલ જે ચેકો ચુકવણા વગર પરત ફરેલ હતો. ત્‍યારબાદ ફરિયાદી પેઢીએ કાયદેસર ડીમાન્‍ડ નોટીસ પાઠવવા છતાં નોટીસમાં  જણાવ્‍યા સમય મર્યાદામાં આરોપી વિશાલ છેલશંકર ઠકકરએ ફરિયાદી પેઢીને ચેકો મુજબની રકમ ન ચુકવતા, ફરિયાદી પેઢીએ રાજકોટના એડી. ચીફ જયુ.મેજી. સાહેબની કોર્ટમાં ‘ધી નેગોશીયેબલ ઈન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટ'ની કલમ-૧૩૬૮, ૧૪૨ હેઠળ ફરિયાદ દાખલ કરેલ. જે ફરિયાદ કોર્ટે રજીસ્‍ટરે લઈ આરોપી રેન્‍ક ફેશનના પ્રોપરાઈટર વિશાલ છેલશંકર ઠકકરને કોર્ટ રૂબરૂ હજાર રહેવા નોટીસ ઈસ્‍યુ કરેલ છે.

આ કામમાં ફરિયાદી વતી રાજકોટના યુવાન ધારાશાષાી મલ્‍હાર કમલેશભાઈ સોનપાલ રોકાયેલા છે

(3:52 pm IST)