Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

સિવિલ હોસ્‍પિટલમાં બે એમ્‍બ્‍યુલન્‍સનું કલેકટરના હસ્‍તે લોકાર્પણ

રાજકોટ : ‘‘વિશ્વ રસીકરણ દિવસે'' રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં નવી બે એમ્‍બ્‍યુલન્‍સનુ જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુના હસ્‍તે લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. આ તકે રાજકોટ સિવિલ હોસ્‍પિટલના અધિક્ષક ડો. આર.એસ.ત્રિવેદી તેમજ અન્‍ય અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આ બંને એમ્‍બ્‍યુલન્‍સના લોકાર્પણથી દર્દીઓને પરિવહન માટે વધુ સુવિધા ઉપલબ્‍ધ થઇ છે અને દર્દીઓની સેવા માટે આ બંને એમ્‍બ્‍યુલન્‍સ ખૂબ ઉપયોગી બનશે તેવી આશા કલેકટરશ્રીએ વ્‍યકત કરી હતી. મહત્‍વનું છે કે, વિકેન્‍દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની ગ્રાન્‍ટમાંથી એક તેમજ રાષ્‍ટ્રીય પર્વ ઉજવણી ર૬-જાન્‍યુઆરી ર૦રર ની જિલ્લા કક્ષાની વિકાસ કામો માટેની ગ્રાન્‍ટમાંથી એક મળીને કુલ બે એમ્‍બ્‍યુલન્‍સ સિવિલ હોસ્‍પિટલને અર્પિત કરવામાં આવી છે.

(3:23 pm IST)