Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

એસ.ટી. તંત્રની તમામ ૭૦૦૦ બસો સાફ કરવા આદેશો : રાજકોટની પરપ બસોની સફાઇ શરૂ

રાજકોટ, તા. ૧૭ : એસ.ટી. બસ સ્ટેશનમાં હજારો લોકોની આવન-જાવન થતી હોય છે. અને બસમાં પણ લોકોના આવાગમનના કારણે ઇન્ફેકશન ઝડપથી છે. ગુજરાત એસટીએ તમામ ૭૦૦૦ બસોને સાફસફાઇ કરીને જ સંચાલનમાં મુકવાનું નકકી થયું છે.

આ માટે મધ્યસ્થ કચેરીને જારી કરેલી ગાઇડ લાઇન મુજબ વોલ્વો, ગુર્જરનગરી, ડીલક્ષ, સ્લીપર તમામ બેસને અને એમની સીટને ડીટરજન્ટ સોપ, ફીનાઇલ અને સેમીટાઇઝરથી સાફ કરવામાં આવી રહી છે. રાજકોટ ડીવીઝનમાં વિભાગીય નિયામક યોગેશ પટેલના જણાવ્યા મુજબ ડીવીઝનના તમામ ડેપો મેનજેરની બેઠક બોલાવવામાં આવી હતી. અને બસ વાહનની સ્વચ્છતા તેમજ રાજય સરકારની ગાઇડલાઇનને અનુરસવા સુચના આપવામાં આવી હતી અને અન્વયે ડીવીઝન તમામ પ૦૦ બસને રાત દિવસ નિર્દેશ મુજબ ડીસઇન્ટેકટ કરવામાં આવી છે. ગોંડલ રાજકોટ, મોરબી, વાંકાનેર, જામનગર, ચોટીલા, જસદણ, સુરેન્દ્રનગર, લીંબડી, આવીજ રીતે જામનગર ડીવીઝનના ડેપોમાં ભાવનગર ડીવીઝન, જુનાગઢ ડીવીઝન, અમરેલી ડીવીઝનમાં બસ સફાઇ ડ્રાઇવ ચાલુ કરવામાં આવી છે.

આ ઉપરાંત તમામ લકઝરી બસના પડદાઓ ઉતારવાની કામગીરી પણ હાથ ધરાઇ છે.

(4:06 pm IST)